
કિંગફિશર એરલાઇન્સના ભૂતપૂર્વ માલિક અને ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લંડનમાં રહેતા વિજય માલ્યાએ કહ્યું કે, જો તેમને ભારતમાં ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપવામાં આવે તો તેઓ ભારત પાછા ફરવાનું વિચારશે. આ વાતને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ માલ્યાને ટેકો આપ્યો અને કહ્યું કે ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ.
લંડનમાં રહેતા માલ્યાએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે, જો તેમને ભારતમાં ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપવામાં આવે તો તે દેશમાં પાછા ફરવાનું વિચારશે. માલ્યાએ ‘ભાગેડુ’ કહેવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, તેમણે કોઈ પણ પ્રકારની ચોરી કરી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે, બેંકોએ 6,203 કરોડ રૂપિયાની લોનના બદલામાં તેમની પાસેથી 14,100 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.
રાજ શમાની સાથેની વાતચીતમાં માલ્યાએ કહ્યું કે, તે નક્કી કાર્યક્રમ મુજબ વિદેશ ગયો હતો અને પરત ન ફરવા પાછળ તેમના પોતાના કારણો હતા. જો ભારતીય એજન્સીઓ માલ્યાને ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપે તો તે ગંભીરતાથી ભારત પરત ફરવાનું વિચારશે.
માલ્યાએ કહ્યું કે, તેને ‘ચોર’ કહેવું ખોટું છે. તમે મને ભાગેડુ કહી શકો છો પરંતુ મેં કોઈની પાસેથી કોઈ ચોરી કરી નથી. જો તમે મને ચોર કહો છો, તો મને કહો કે ચોરી ક્યાં થઈ છે? તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેની સાથે જાણી જોઈને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય મોટા ડિફોલ્ટરોને રાહત મળી રહી છે.
માલ્યાએ કહ્યું કે, તેણે કુલ 6,203 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જ્યારે અત્યાર સુધીમાં બેંકોએ તેની પાસેથી 14,100 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ફેબ્રુઆરીમાં તેણે કર્ણાટક હાઈકોર્ટમાં બેન્કોની વસૂલી પ્રક્રિયા પારદર્શક બનાવવા માંગ કરી હતી. માલ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, જ્યારે આટલી મોટી રકમ વસૂલ કરવામાં આવી છે, તો પણ તેને આર્થિક ગુનેગાર કેમ ગણવામાં આવી રહ્યો છે?
Vijay Mallya lived the high life, yes. Defaulted, yes. Unlike most others, his ₹9,000+ crore dues are now reportedly settled. Meanwhile, bigger defaulters walk free with much fatter haircuts from banks. If dues remain, the banks should clearly say so. If not, why is he still a…
— Harsh Goenka (@hvgoenka) June 5, 2025
સોશિયલ મીડિયા પર વિજય માલ્યાને ટ્રોલ કરવામાં આવ્યા પછી RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કા તેના સમર્થનમાં આવ્યા. ગોએન્કાએ લખ્યું કે, માલ્યાને હંમેશા રાજકીય કારણોસરથી નિશાન બનાવવામાં આવે છે, જ્યારે ઘણા અન્ય ડિફોલ્ટર્સ બેંક તરફથી રાહત મળ્યા પછી આઝાદ થઈને ફરતા હોય છે.
ગોએન્કાએ કહ્યું કે રિપોર્ટસ અનુસાર, માલ્યા પાસેથી 9000 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે છતાં તેને ‘પોલિટિકલ પંચિંગ બેગ’ બનાવી દેવાયો છે. ગોએન્કાએ વધુમાં કહ્યું કે, ન્યાય બધા માટે સમાન કેમ નથી? હવે જોવાનું એ રહેશે કે શું વિજય માલ્યા ખરેખરમાં ભારત પરત ફરશે કે પછી લંડનમાં જ રહેશે?
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:27 pm, Fri, 6 June 25