Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?

|

Feb 01, 2021 | 2:39 PM

દેશનુ ત્રીજીવાર અંદાજપત્ર (Budget) રજુ કરતા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે,(Nirmala Sitharaman) આજે એવી કેટલીક નવી જાહેરાતો કરી છે કે જે પહેલીવાર કરવામાં આવી છે. જાણો નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજુ કરતા સમયે પહેલીવાર કરેલી જાહેરાત.

Budget 2021 જાણો આ અંદાજપત્રમાં શુ છે પહેલીવાર ?

Follow us on

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે, (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021 અને 22 માટેનું અંદાજપત્ર ( Budget ) રજૂ કર્યું હતું. જેમાં તેમણે કેટલીક એવી જાહેરાતો કરી હતી કે જે પ્રથમવાર જ અમલમાં આવી રહી હોય. આ વર્ષે કોરોનાને કારણે પેપરલેસ અંદાજપત્ર રજુ કરાયું હતું. દર વર્ષે નાણાં પ્રધાન બ્રિફકેસમાં અંદાજપત્ર લઈને સંસદમાં પ્રવેશતા હોય છે. પરંતુ પેપરલેસ બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ, બ્રિફકેસના બદલે ટેબ્લેટ સાથે સંસદમાં પ્રવેશ્યા હતા.

નાણાંકીય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે, એવી જાહેરાત કરી હતી કે, દેશમાં સૌ પ્રથમવાર ઓનલાઈન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. દર દશ વર્ષે હાથ ધરાતી વસ્તી ગણતરીમાં ઘરે ઘેર ચોપડો લઈને કર્મચારી આવે છે જે ચોપડાના કાગળ ઉપર લોકોના નામ લખીને વસ્તીપત્રક ભરતા હોય છે.

જમ્મુ કાશ્મિર રાજ્યમાંથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવેલ લદ્દાખ-લેહમાં સૌ પ્રથમ યુનિવર્સિટી બનશે. અંદાજપત્ર રજુ કરતા નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે, નવા જ બનાવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લેહની યુનિવસિર્ટી પણ પ્રથમવાર જ અસ્તિત્વમાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દેશમાં કર ભરનારા કરદાતાઓની સંખ્યા વધી છે. કોરોના કાળ હોવા છતા, આ વર્ષે કરદાતાઓની સંખ્યા વધીને, 6 કરોડ 48 લાખ થઈ છે. આ સંખ્યા પહેલીવાર 6 કરોડ 48 લાખે પહોચી છે. તો 75 વર્ષની ઉપરની વ્યક્તિઓને કર ભરવામાથી મુક્તિ આપવામાં આવી છે.

અવકાશ ક્ષેત્રે ભારતે મોટી હરણફાળ ભરી છે. ઈસરો દ્વારા અવનવા મિશન હાથ ધરાયા છે. અવકાશમાં સૌ પ્રથમવાર માનવરહીત યાન મોકલવા માટે, નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. અવકાશમાં માનવરહીત યાન મોકલવા માટે ઈસરો સફળ નિવડશે.

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ દેશના કામદારોને આવરી લેવા માટે પણ પ્રથમવાર પ્રયાસ કરાયો છે. અંદાજપત્ર રજૂ કરતા નાણાં પ્રધાને એવુ જણાવ્યુ હતુ કે, દેશના વિવિધ ક્ષેત્રના કામદારોને કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા સરકારે પૂરતી નાણાંકીય ફાળવણી કરી છે.

 

 

Next Article