Budget 2021 સરકારી બેન્કોને 20 હજાર કરોડ ફાળવાશે, ડુબેલા નાણા માટે મેનેજમેન્ટ કંપની રચાશે

Budget 2021 : નવા દશકનું પહેલું અંદાજપત્ર (Budget) કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપમાં પહેલી વાર રજૂ થયુ છે ત્યારે ચાલો જાણીએ શું થશે આમ આદમીને ફાયદો. ડૂબેલા નાણાં વસૂલવા માટે કેન્દ્ર સરકાર એક નવી મેનેજમેન્ટ કંપની (management company) રચશે.

Budget 2021  સરકારી બેન્કોને 20 હજાર કરોડ ફાળવાશે, ડુબેલા નાણા માટે મેનેજમેન્ટ કંપની રચાશે
Budget 2021 20 Cr will be deposited in Bank
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:19 PM

Budget 2021 : નવા દશકનું પહેલું અંદાજપત્ર (Budget) કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપમાં પહેલી વાર રજૂ થયુ છે ત્યારે ચાલો જાણીએ શું થશે આમ આદમીને ફાયદો, જાણવા મળતી વિગત મુજબ સરકારી બેન્કોમાં 20 હજાર કરોડ રૂપિયા  જમા કરવામાં આવશે જેના કારણે સરકાર તરફથી મળતી સહાયો વધુ સરળ અને સુગમ બનવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત નાણામં6ીએ એવી જાહેરાત પણ કરી હતી કે, ડૂબેલા નાણાં વસૂલવા માટે કેન્દ્ર સરકાર એક નવી મેનેજમેન્ટ કંપની (management company) રચશે. જેના દ્વારા ડૂબેલા નાણા વસૂલવા માટે કાર્યવાહી કરાશે. અને ભવિષ્યમાં કોઈ નાણાં ના ડૂબે તેના માટે કામગીરી કરશે.