બજેટ 2019: સ્ટાર્ટઅપ પર સરકાર ફિદા કરી આ મહત્વની જાહેરાત

નાણામંત્રીએ બજેટ જાહેર કરતા પ્રસ્તાવ કર્યો કે ગયા નાણાકીય વર્ષે દેશમાં 64.37 અરબ ડૉલરનું FDI આવ્યું. સરકાર ઉડ્ડયન, મીડિયા, AVCG (એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટસ, ગેમિંગ અને કોમિક્સ) તથા વીમા ક્ષેત્રોને FDI માટે વિચાર કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મીડિયા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણથી જોડાયેલા નિયમોને હળવા બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ સ્કીમને વધારવા માટે નવી ચેનલ […]

બજેટ 2019: સ્ટાર્ટઅપ પર સરકાર ફિદા કરી આ મહત્વની જાહેરાત
| Updated on: Jul 05, 2019 | 10:02 AM

નાણામંત્રીએ બજેટ જાહેર કરતા પ્રસ્તાવ કર્યો કે ગયા નાણાકીય વર્ષે દેશમાં 64.37 અરબ ડૉલરનું FDI આવ્યું. સરકાર ઉડ્ડયન, મીડિયા, AVCG (એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટસ, ગેમિંગ અને કોમિક્સ) તથા વીમા ક્ષેત્રોને FDI માટે વિચાર કરશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મીડિયા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણથી જોડાયેલા નિયમોને હળવા બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ સ્કીમને વધારવા માટે નવી ચેનલ લોન્ચ થશે. ઘણા લેબર લૉને હટાવી 4 કોડસ સુધી સીમિત કરવામાં આવશે. સરકાર ટેલીવિઝન પ્રોગ્રામ શરૂ કરશે, જે માત્ર સ્ટાર્ટઅપ પર ફોક્સ કરશે. તેનાથી તેમને ફંડિગમાં મદદ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ચેનલ સ્ટાર્ટઅપ જ બનાવશે અને ચલાવશે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમથી ખુબ મદદ મળી છે. SC-ST સમુદાયે જોરદાર ફાયદો ઉઠાવ્યો છે. આ યોજનાને સરકાર વધારી રહી છે. સ્ટાર્ટઅપના ફંડ પર ITની તપાસ થશે નહી. નાણામંત્રીએ કહ્યું કે દુરદર્શનના બેનર હેઠળ સરકારે સ્ટાર્ટઅપ હેઠળ એક નવી ટીવી ચેનલ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ ચેનલનું સંચાલન સ્ટાર્ટઅપ દ્વારા જાતે કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે દેશ માટે વિદેશી રોકાણ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં સમાચાર અને કરન્ટ એફેર્સથી જોડાયેલા અખબારોના પ્રકાશન માટે સરકારની મંજૂરીની સાથે 26 ટકા FDIની મંજૂરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]