Breaking News: ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માત! ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ખીણમાં ખાબકી બસ, 12ના મોત

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બની હતી, જ્યાં એક બસ પુલ પરથી નીચે ખાબકતાં 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. બંને ઘટનાઓને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

Breaking News: ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માત! ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ખીણમાં ખાબકી બસ, 12ના મોત
Uttarakhand Accident
| Updated on: Nov 17, 2026 | 9:43 AM

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ બંને દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રથમ અકસ્માત રુદ્રપ્રયાગમાં બોલેરો જીપ ખીણમાં ખાબકતાં સર્જાયો હતો, જેમાં 4 લોકોનાં મોત થયા હતા. જ્યારે બીજી ઘટના ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બની હતી, જ્યાં એક બસ પુલ પરથી નીચે ખાબકતાં 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. બંને ઘટનાઓને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

રુદ્રપ્રયાગમાં બોલેરો જીપ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી

પ્રથમ અકસ્માત સોમવારે મોડી રાત્રે રુદ્રપ્રયાગના બાંસવાડા-કંડારા મોટરવે પર સર્જાયો હતો. અહીં એક બોલેરો વાહન ચાલકે કાબૂ ગુમાવતાં વાહન રસ્તા પરથી લગભગ 500 મીટર ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત સમયે જીપમાં કુલ 10 લોકો સવાર હતા. તમામ લોકો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અંધારામાં બચાવ કામગીરી હાથ ધરાઈ

અકસમાતની જાણ થતાં જ રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. DDRF, SDRF અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિનો સમય, અંધારું અને ઢાળવાળા ખડકોને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બચાવકર્મીઓએ મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી.

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી ખાબકી

બીજી તરફ, મંગળવારે વહેલી સવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બસ લગભગ 100 મીટર નીચે પાણીમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા છે.

આમ, ઉત્તરાખંડમાં 24 કલાકની અંદર બનેલી બે મોટી માર્ગ દુર્ઘટનાઓમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને સ્થળોએ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો દ્વારા રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બગદાણા ધામમાં ફરી વિવાદનું વમળ, ટ્રસ્ટ સામે 14 માંગણીઓ અને રાજકીય દખલગીરીના આક્ષેપ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 9:38 am, Tue, 17 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.