Breaking News : અડદ, તુવેર સહિતના ખરીફ પાકોની MSP વધારવા માટે કેબિનેટની મંજૂરી

Breaking News : નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે અડદ, તુવેર સહિતના ખરીફ પાકોના MSPમાં વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે મગની દાળના ટેકાના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે.

Breaking News : અડદ, તુવેર સહિતના ખરીફ પાકોની MSP વધારવા માટે કેબિનેટની મંજૂરી
increase in MSP
| Updated on: Jun 07, 2023 | 3:28 PM

 DELHI : ચોમાસાના આગમન પહેલા જ કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે અડદ, તુવેર સહિતના ખરીફ પાકોના MSPમાં વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે મગની દાળના ટેકાના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નિર્ણય લીધા બાદ મીડિયાને જણાવ્યું કે, મોંઘવારી ઓછી હોવાને કારણે સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. ડાંગરની MSP 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જુવારની MSP 3180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. એ ગ્રેડના ડાંગરના ભાવ 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

આ પણ વાંચો : ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થશે… પરંતુ કપાસ, સોયાબીન અને મકાઈમાં તેજી જોવા મળશે

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2023-24 માટે ખરીફ સિઝનના પાકોના લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP)માં વધારો કરશે.તમને જણાવી દઈએ કે MSP દેશમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુત્તમ ભાવની ખાતરી આપે છે. તે ખેડૂતો માટે પાકની સુરક્ષાની ગેરંટી સમાન છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે દેશમાં સરકાર ખેડૂતોની આવક વધારવાની દિશામાં પગલાં ભરે છે.

કેબિનેટ બેઠક બાદ મોદી સરકારે ડાંગરની સાથે સાથે કઠોળના લધુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. ખાસ વાત એ છે કે ખરીફ પાકોની MSPમાં 3થી 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તૂવેર દાળની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી તૂવેર દાળનો ભાવ વધીને હવે 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. તેવી જ રીતે અડદની દાળની MSPમાં રૂપિયા 350નો વધારો થતાં હવે પ્રતિ ક્વિન્ટલ અડદનો ભાવ 6950 રૂપિયા થયો છે. કેન્દ્રીય કેબિનેટે મકાઈની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 128 રૂપિયાનો વધારો કર્યો છે.

નોંધપાત્ર રીતે કેન્દ્ર સરકારે પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન) માં ત્રણ કઠોળ, તુવેર, અડદ અને મસૂર માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ 40 ટકા ખરીદીની મર્યાદા દૂર કરી છે. સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું છે કે, આ વર્ષે ખેડૂતો તેમની તુવેર, અડદ અને મસૂરની પેદાશો PSS હેઠળ કોઈપણ માત્રામાં વેચી શકશે.

વાવણી વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કરશે

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા લાભકારી ભાવે આ કઠોળની ખાતરીપૂર્વકની ખરીદી ખેડૂતોને આગામી ખરીફ અને રવિ સિઝનમાં તુવેર, અડદ અને મસૂર માટે વાવણી વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કરશે.” PSS ત્યારે જ લાગુ થાય છે જ્યારે કૃષિ ઉત્પાદનોની કિંમત લઘુત્તમ સમર્થન કિંમત (MSP) થી નીચે આવે. મંત્રાલયે રાજ્ય સરકારોને તુવેર અને અડદના કિસ્સામાં સ્ટોક મર્યાદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને તેમની કિંમતો પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ગયા વર્ષે ભારતે 24.97 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી

તમને જણાવી દઈએ કે અનાજની MSPમાં વધારો કરવાથી હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, તેલાંગણા અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતોને ફાયદો થશે. કારણ કે આ રાજ્યોમાં અનાજનું વધુ ઉત્પાદન થાય છે. એકલું પશ્ચિમ બંગાળ જ 54.34 લાખ હેક્ટરમાં અનાજની ખેતી કરે છે, જેમાં 146.06 લાખ ટન ડાંગરનું ઉત્પાદન થાય છે. ખાસ વાત એ છે કે ભારત સૌથી વધુ બાસમતી ચોખાની નિકાસ કરે છે. ગયા વર્ષે ભારતે 24.97 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:30 pm, Wed, 7 June 23