Breaking News: મણિપુરમાં હિંસા બાદ તણાવની સ્થિતિ, ટ્રેન સેવા પણ ઠપ્પ, સેના એલર્ટ મોડ પર

|

May 05, 2023 | 9:45 AM

મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Breaking News: મણિપુરમાં હિંસા બાદ તણાવની સ્થિતિ, ટ્રેન સેવા પણ ઠપ્પ, સેના એલર્ટ મોડ પર
breaking news tension increased in manipur

Follow us on

બુધવારે ફાટી નીકળેલી હિંસા બાદ મણિપુરમાં સ્થિતિ તંગ બની છે. હિંસાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે.

 ઘટનાને લઈને ફેક ન્યૂઝ ચાલી રહ્યા હોવાની આશંકા

દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીરો અને વીડિયોમાં ઘણા વીડિયો ખોટા હોવાની આશંકા છે.આવામાં ભારતીય સેના મણિપુરની સ્થિતિને અસર ન કરે તે માટે સતર્ક દેખાઈ રહી છે.આ માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. જે સત્તાવાર સૂત્રોને ટાંકીને આપવામાં આવી રહી છે.

ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે મણિપુર હિંસા અંગે સોશિયલ મીડિયા પર ઘણા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર થયેલા હુમલાનો વીડિયો પણ સામેલ છે.

47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા
Piles Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણો
શાહરૂખ ખાનની પત્નીની રેસ્ટોરન્ટમાં પીરસાયુ નકલી પનીર? યુટ્યુબરે કર્યો દાવો
BSNL યુઝર્સની મોજ ! કંપની સૌથી ઓછી કિંમતે આપી રહી 1 વર્ષની વેલિડિટી
બોલિવુડ અભિનેત્રીથી પણ વધુ પૈસાદાર છે ટીવી અભિનેત્રી, જુઓ ફોટો
Akshaya Tritiya : અક્ષય તૃતીયા પર મીઠું ખરીદવાથી શું થાય છે?

હિંસા ભડકાવનારાઓ પર ગોળીબારનો આદેશ

બીજી તરફ મણિપુરમાં હિંસા ભડકાવનારાઓ માટે દેખાતા જ ગોળીબારના આદેશ આપવામાં આવ્યા છે. બુધવારથી ફાટી નીકળેલી હિંસામાં ટોળાએ અનેક ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી હતી. ઇમ્ફાલમાં પણ ધારાસભ્ય પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, આ હુમલો ફિરજાવલ જિલ્લાના થાનલોનથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વાલ્ટે પર થયો હતો. તેઓ ઈમ્ફાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. રાજ્યમાં વધી રહેલા તણાવને જોતા જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ, ઈન્ટરનેટ સેવા 5 દિવસથી બંધ

અગાઉ મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ પણ 5 દિવસ માટે ઠપ થઈ ગયું છે. ગુરુવારે, હજારો સેના અને અર્ધલશ્કરી દળના જવાનોએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે હિંસાગ્રસ્ત શહેરોની નિર્જન શેરીઓમાંથી કૂચ કરી હતી. બીજી તરફ સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સતત સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં આ વિસ્તારોમાંથી 7500થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ માટે કેટલાય કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:34 am, Fri, 5 May 23