Breaking News: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર કરતા અપાવી ‘કાશ્મીરી પંડિતોની’ હત્યાની યાદ

સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો. સ્મૃતિએ કહ્યું કે મણિપુર ન તો ખંડિત કે ન વિભાજિત છે.

Breaking News: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર કરતા અપાવી કાશ્મીરી પંડિતોની હત્યાની યાદ
breaking news smriti irani hit back at rahul gandhi and congress
| Edited By: | Updated on: Aug 09, 2023 | 2:08 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મણિપુર મુદ્દે લોકસભામાં ભાષણ આપ્યું અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો. સ્મૃતિએ કહ્યું કે મણિપુર ન તો ખંડિત કે ન વિભાજિત છે.

ભારત માતાની હત્યાની વાત પર સ્મૃતિ ઈરાની

લોકસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સ્પીકરની ખુરશી પર જે રીતે આક્રમક વર્તન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પક્ષ તાલી પાડતો રહ્યો. ભારત માતાની હત્યાના મામલે જે કોંગ્રેસે તાલીઓ પાડી છે તે વિશ્વાસઘાતનો સંદેશ આપે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના ગઠબંધનના લોકો ભારત વિશે ખોટી ટિપ્પણી કરે છે, કાશ્મીર પર જનમતની વાત થઈ હતી, જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો આ નિવેદનોની નિંદા કરો. શું કોંગ્રેસ કાશ્મીરમાં જનમત સંગ્રહની વાતને સમર્થન આપે છે? સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને અપાવી કશ્મીરી પંડિતની યાદ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના ગઠબંધનના લોકો ભારત વિશે ખોટી ટિપ્પણી કરે છે, કાશ્મીર પર જનમતની વાત થઈ હતી, જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો આ નિવેદનોની નિંદા કરો. શું કોંગ્રેસ કાશ્મીરમાં જનમત સંગ્રહની વાતને સમર્થન આપે છે? સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે કાશ્મીર લોહીથી રંગાયેલું હતું, પરંતુ જ્યારે રાહુલ ગાંધી પરિવારના સભ્યો સાથે ત્યાં પહોંચ્યા અને ત્યાં ફરતા હતા. પણ પીએમ મોદીએ370 હટાવી દીધું. પરંતુ જ્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા તો તેઓએ ફરીથી કલમ 370 લાગૂ કરવાની વાત કરી.

તમને જણાવી દઈએ કે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ હતો અને તેની શરૂઆત ખુદ રાહુલ ગાંધીએ વિપક્ષ વતી કરી હતી. રાહુલે પોતાના ભાષણની શરૂઆત ભારત જોડો યાત્રાથી કરી હતી, પરંતુ અંતે તેમણે મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી, ભારત માતા મારી પણ માતા છે અને સરકારે તેમની હત્યા કરી છે.

 

Published On - 1:05 pm, Wed, 9 August 23