Breaking News : નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી, જુઓ Video

|

May 28, 2023 | 9:29 AM

નવી સંસદમાં તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવશે અને તે ચાંદી અને સોનાનો બનેલો છે. સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ઓગસ્ટ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલો આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

Breaking News : નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી, જુઓ Video
New Parliament Building Sengol

Follow us on

Delhi : નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી  છે. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુ સેંગોલ સ્થાપિત કરાયું છે. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ છે . જેમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનના પૂજા- વિધી કરી હતી .  તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા.

નવા સંસદ ભવન પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા-હવનથી થઈ હતી.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું

પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું .કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશના વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. ઉદ્ઘાટન સમારોહ પૂર્વે પીએમ મોદીએ કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. તેણે નવા કેમ્પસનો વીડિયો પણ શેર કર્યો.

 

નવી સંસદમાં તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવશે અને તે ચાંદી અને સોનાનો બનેલો છે. સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ઓગસ્ટ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલો આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે.

ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. નવી સંસદમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોકસભા સભાખંડમાં 1,272 સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત 96 વર્ષ જૂની છે. જેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે પહેલેથી જ એક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી જિલ્લાને આ સમયગાળા માટે કન્ટેનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નવી સંસદ ભવન ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં સ્થિત છે. પોલીસે કહ્યું કે વધારાના સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 am, Sun, 28 May 23

Next Article