Breaking News: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક

|

Jun 03, 2023 | 11:48 AM

ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક

Breaking News: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક
breaking news pm modi called a high level meeting

Follow us on

ઓડિશા  ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 230થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી.

આ ટ્રેન દુર્ઘટના હાલના સમયમાં સૌથી ખતરનાક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનોમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. UNGAએ કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પીએમ મોદીએ બેઠક બોલાવી

અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને સેનાને પણ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. ભારતીય સેનાના કર્નલ એસકે દત્તાએ જણાવ્યું કે સેના ગઈકાલ રાતથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને કોલકાતાથી વધુ સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ મોદીએ અકસ્માતને લઈને બેઠક બોલાવી છે.

કયા કારણે થયો અકસ્માત?

ઓડિશા ટ્રેન દુર્ઘટના ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાવાને કારણે થયેલા આ ભયાનક અકસ્માતને લઈને ખુદ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આશ્ચર્યચકિત છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, રેલ નિષ્ણાતો આ દુર્ઘટના પાછળ ઘણા કારણો આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે બાલાસોર કોરોમંડલ ટ્રેન દુર્ઘટના માટે પાંચ સંભવિત કારણો આપ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:17 am, Sat, 3 June 23

Next Article