Breaking news: આ વખતે ભારતમાં તહેવારોની સીઝન 23 ઓગસ્ટથી જ શરૂ થઈ ગઈ છે- PM MODI

|

Aug 27, 2023 | 2:02 PM

B-20 Summit: PM નરેન્દ્ર મોદી દિલ્હીમાં વૈશ્વિક વેપાર સમુદાય સાથે સત્તાવાર G-20 સંવાદ મંચ, બિઝનેસ-20 (B-20) સમિટને સંબોધિત કરી રહ્યાં છે.

Breaking news: આ વખતે ભારતમાં તહેવારોની સીઝન 23 ઓગસ્ટથી જ શરૂ થઈ ગઈ છે- PM MODI
PM Modi addresses the G-20 Dialogue Forum, Business-20 Summit

Follow us on

B-20 Summit Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવી દિલ્હીમાં B-20 સમિટને સંબોધિત કરી હતી. આ સમિટમાં વિશ્વભરમાંથી લગભગ 17000 ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત સાથે તમારી મિત્રતા જેટલી મજબૂત હશે, બંનેને એટલી જ સમૃદ્ધિ મળશે. પીએમ મોદીએ કહ્યું, મને ખુશી છે કે બિઝનેસ-20 જી-20 દેશો વચ્ચે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચો :G-20 Summit: મન કી બાતના કાર્યક્રમ બાદ PM મોદી B-20 સમિટને કરશે સંબોધિત, 55 દેશોના 1500 બિઝનેસ લીડર્સ સાથે કરશે સંવાદ

સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, આ વખતે 23 ઓગસ્ટથી જ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આ ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાનો ઉત્સવ છે. ચંદ્ર મિશનને ચંદ્ર સુધી પહોંચાડવામાં ઈસરોએ મોટી ભૂમિકા ભજવી છે, પરંતુ ભારતના ઉદ્યોગોએ પણ આમાં ઘણું યોગદાન આપ્યું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પીએમ મોદીએ કહ્યું- કાર્બન ક્રેડિટ નહીં, હવે ગ્રીન ક્રેડિટ

પીએમ મોદીએ કહ્યું કે આપણે ઘણા દિવસોથી કાર્બન ક્રેડિટમાં ફસાયેલા છીએ અને કેટલાક લોકો કાર્બન ક્રેડિટનો આનંદ પણ લઈ રહ્યા છે. હું ગ્રીન ક્રેડિટની વાત લઈને આવ્યો છું. પીએમ મોદીએ વિશ્વના વ્યાપારી નેતાઓને ગ્રીન ક્રેડિટ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

PM મોદીએ G20 બિઝનેસ લીડર્સને પોતાના સંબોધનમાં કહ્યું કે આ વખતે ભારતમાં તહેવારોની સીઝન 23 ઓગસ્ટથી શરૂ થઈ છે. આ ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાનો ઉત્સવ છે. પીએમએ કહ્યું કે આપણે આપત્તિમાંથી શીખીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ભારતથી ખુશ છે. આજે ભારતમાં સૌથી વધુ યુવા પ્રતિભા છે. ભારત સાથેની તમારી મિત્રતા જેટલી મજબૂત હશે તેટલી જ બંનેને વધુ સમૃદ્ધિ મળશે. પીએમે કોરોના સમયગાળા દરમિયાન રસીની નિકાસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતે આખી દુનિયાના જીવ બચાવ્યા.

ભારતે 150થી વધુ દેશોમાં દવાઓ મોકલી છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાના સમયે વિશ્વને તેની જરૂર હતી ત્યારે ભારતે 150થી વધુ દેશોમાં દવાઓ મોકલી હતી. તેમણે કહ્યું કે વિશ્વમાં કોરોનાની રસી મોકલીને તેમણે વિશ્વના લોકોનો જીવ બચાવ્યો. પીએમે કહ્યું કે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી વૈશ્વિક સપ્લાય ચેઇન કાર્યક્ષમ છે ત્યાં સુધી કોઈ ચિંતા નથી… શું આવી સપ્લાય ચેન તૂટી જાય ત્યારે તેને વધુ સારી કહી શકાય? જ્યારે વિશ્વને તેની સૌથી વધુ જરૂર હતી. આજે જ્યારે વિશ્વ આની સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારત જ આનો ઉકેલ છે.

પીએમ મોદીએ ગ્રીન હાઇડ્રોડોન એનર્જી પર પણ વાત કરી

વડાપ્રધાન મોદીએ સૌર ઉર્જા પર વાત કરી. પીએમે કહ્યું કે અમારો પ્રયાસ છે કે જે મુજબ ભારતને આ ક્ષેત્રમાં સફળતા મળી છે, આપણે તેને ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં રિપીટ કરીએ. ભારતનો પ્રયાસ આમાં વિશ્વને પણ સાથે લેવાનો છે. પીએમએ કહ્યું કે આ પ્રયાસ આંતરરાષ્ટ્રીય સૌર સંબંધોના રૂપમાં પણ દેખાઈ રહ્યો છે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:39 pm, Sun, 27 August 23

Next Article