સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે માત્ર રાષ્ટ્રપતિ જ ઉદ્ઘાટન કરી શકે છે. અરજીમાં લોકસભા સચિવાલય, ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એડવોકેટ સીઆર જયા સુકિને આ અરજી દાખલ કરી છે.
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પીએમ દ્વારા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા ઘણા વિપક્ષી દળોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
આ પણ વાંચોઃ નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે પ્રતીક, જાણો શું છે સેંગોલ
વાસ્તવમાં, 28 મેના રોજ બપોરે 12 વાગ્યે પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. તેના પર કોંગ્રેસના નેતાઓ અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓનું માનવું છે કે, પીએમના બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસનું કહેવું છે કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ થવું જોઈએ. મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય શિષ્ટાચાર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે. દરમિયાન, સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન સંદેશા જાહેર કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો TMC-AAP સહિત હવે આ પાર્ટી કરી શકે છે બહિષ્કાર
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન મુદ્દે સતત રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જ્યારે, ઘણા રાજકીય પક્ષોએ તેમની બહિષ્કાર કરવાની વાતની પુષ્ટિ કરી છે. સમારોહમાં ભાગ લેનાર રાજકીય પક્ષોમાં, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), શિરોમણી અકાલી દળ, બીજુ જનતા દળ (બીજેડી) અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) છે. આ પક્ષોએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં હાજર રહેશે.
Published On - 1:08 pm, Thu, 25 May 23