Breaking News : અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ, કોર્ટે 32 વર્ષ બાદ સંભળાવી સજા

Mukhtar Ansari News : વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે અવધેશ રાય હત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા અજય રાયના ભાઈ અવધેશ રાય હતા.

Breaking News : અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ, કોર્ટે 32 વર્ષ બાદ સંભળાવી સજા
Breaking News Mukhtar Ansari
| Updated on: Jun 05, 2023 | 2:47 PM

Mukhtar Ansari News : અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્તાર અંસારીને દોષી ઠેરવતા કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.કોર્ટનો આ નિર્ણય લગભગ 32 વર્ષ બાદ આવ્યો છે. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. શહેરના ચેતગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે અવધેશ રાયની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચો : Breaking News : અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારી દોષિત, 32 વર્ષ બાદ આવ્યો ચુકાદો

અવધેશ રાય હત્યા કેસમાં આ નિર્ણય MP-MLA કોર્ટના જજ અવનીશ ગૌતમે આપ્યો છે. આ પહેલા 22 મેના રોજ અન્સારી આ કેસમાં બાંદા જેલમાંથી વર્ચ્યુઅલ હાજર થયો હતો, ત્યારબાદ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. બદમાશોએ 3 ઓગસ્ટ 1991ના રોજ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારબાદ અવધેશના ભાઈ અજય રાયે પાંચ લોકોને આરોપી બનાવ્યા, જેમાં એક મુખ્તાર પણ સામેલ હતો.

અજય રાયે ચેતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ

અજય રાયે વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું નામ પણ સામે આવ્યું હતું. આ સાથે પોલીસે ભીમ સિંહ અને રાકેશને પણ આરોપી બનાવ્યા હતા. આ એક હાઈપ્રોફાઈલ કેસ હતો, જેના કારણે તત્કાલીન સરકારે સીબીસીઆઈડીને તપાસ સોંપી હતી.

કેવી રીતે બદમાશોએ આ ઘટનાને આપ્યો અંજામ

જણાવવામાં આવી રહ્યું છે કે, જે દિવસે અવધેશની હત્યા થઈ તે દિવસે શહેરમાં વરસાદ પડી રહ્યો હતો. હળવો વરસાદ વરસી રહ્યો હતો. અવધેશ રાય અને તેનો ભાઈ અજય રાય ઘરની સામે વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઘરની સામે એક મારુતિ આવી.બંને ભાઈઓ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં કારમાંથી ઉતરેલા બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં અવધેશ રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા અને તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ સ્ટેશન નજીક બદમાશોએ આ ઘટનાને આપ્યો હતો અંજામ

અવધેશ રાયની હત્યાએ તે સમયે મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે સ્તબ્ધ થઈ ગયું. આ હત્યાકાંડને કારણે વારાણસીની આસપાસના વિસ્તારોમાં મુખ્તાર અંસારીની દહેશત વધુ વધી ગઈ હતી. જો કે આ મર્ડર કેસથી પોલીસને પણ ભારે ગુસ્સો આવ્યો હતો. કારણ કે જ્યાં અવધેશની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી પોલીસ સ્ટેશન માત્ર 50 મીટર દૂર હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:28 pm, Mon, 5 June 23