Breaking News : મનીષ સિસોદિયાને 17 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા

એન્ફોર્સમેન્ટ કમિશન (ED) એ શુક્રવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રિમાન્ડમાં લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કર્યા હતા.

Breaking News : મનીષ સિસોદિયાને 17 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા
| Updated on: Mar 10, 2023 | 5:23 PM

Manish Sisodia: એન્ફોર્સમેન્ટ કમિશન (ED) એ શુક્રવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રિમાન્ડમાં લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં EDના વકીલ ઝોહેબ હુસૈને પોતાનો પક્ષ રાખતા કોર્ટ પાસે સિસોદિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેનો સિસોદિયાના વકીલ દયાન કૃષ્ણને વિરોધ કર્યો હતો. આ સાથે જ કોર્ટે સવાલોના જવાબ પણ આપ્યા હતા. એક તરફ જ્યાં ED વધુ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ માંગી હતી. જે માન્ય રખાઇ હતી. તો બીજી તરફ સિસોદિયાના વકીલો એમ કહીને તેનો વિરોધ કર્યો કે તેમને એક પણ રૂપિયો મળ્યો નથી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સિસોદિયાના વકિલે કહ્યું- ઇડીએ બતાવવું પડશે કે પૈસા કયાં ગયા

મનીષ સિસોદિયાના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય નાયર સિસોદિયા માટે કામ કરતા હતા. પીએમએલએ ખૂબ જ કડક કાયદો છે. અહીં નક્કર પુરાવાને બદલે એજન્સીની ધારણા મુજબ ધરપકડ કરવામાં આવી રહી છે. EDએ બતાવવું પડશે કે પૈસા સિસોદિયા પાસે ગયા. તેઓએ બતાવવું જોઈએ કે 1 રૂપિયો પણ તેમની પાસે ગયો. સીબીઆઈ કેસમાં અમે કોર્ટ સમક્ષ જામીન પર દલીલ કરવાના હતા. મને પહેલાં ક્યારેય બોલાવવામાં આવ્યો નથી. જામીનની સુનાવણીના એક દિવસ પહેલા મારી ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટમાં ED એ કહ્યું કે દારૂ કૌભાંડના પુરાવા નષ્ટ કરવા માટે 14 ફોન તોડવામાં આવ્યા

દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડીની માંગ કરતા EDના વકીલ હુસૈને કહ્યું કે પુરાવાનો નાશ કરવા માટે એક વર્ષમાં 14 ફોન તોડવામાં આવ્યા છે અથવા બદલવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ અન્ય લોકો દ્વારા ખરીદેલા ફોન અને સિમ કાર્ડ્સ (જે તેમના નામે નથી)નો ઉપયોગ કર્યો છે જેથી તે પછીથી તેનો બચાવ તરીકે ઉપયોગ કરી શકે. તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન પણ તેના નામે નથી.

EDએ કહ્યું કે – દક્ષિણ જૂથને ફાયદો પહોંચાડવા માટે જૂની દારૂની નીતિમાં તમામ ફેરફારો કરવામાં આવ્યા હતા. નિષ્ણાત સમિતિની ભલામણોની અવગણના કરવામાં આવી હતી અને જથ્થાબંધ વેપારીઓના નફામાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી કેટલીક ખાનગી સંસ્થાઓને ભારે લાભ મળી શકે. પ્રોફિટ માર્જિન 6 થી 12 ટકા ફિક્સ કરવા માટે હિસ્સેદારો પાસેથી કોઈ સૂચનો લેવામાં આવ્યા નથી. સિસોદિયાના તત્કાલિન સચિવને ટાંકીને EDના વકીલે કહ્યું કે તેમના સૂચન પછી પણ સિસોદિયાએ GOM રિપોર્ટને નબળો પાડ્યો હતો.

સિસોદિયાના વકીલે કહ્યું કે – ED અનુસાર આ એક ખામીયુક્ત નીતિ છે. ચૂંટાયેલી સરકારો નીતિઓ બનાવે છે. તે વિવિધ સ્તરોમાંથી પસાર થાય છે. તે સરકાર, અમલદારો, નાણા અને કાયદા સચિવો દ્વારા પસાર થાય છે. પોલિસી એલજીને પણ મોકલવામાં આવી હતી.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 5:11 pm, Fri, 10 March 23