
ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં એક સામાનનું કન્ટેનર ફસાઈ ગયું, જેના કારણે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું હતુ. કન્ટેનર એર ઇન્ડિયા A350 વિમાનના એન્જિન સાથે અથડાયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ઘટના અંગે એર ઇન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ન્યૂ યોર્ક જતી એર ઇન્ડિયા A350 ફ્લાઇટ ઉડાન ભરી હતી પરંતુ ઇરાની હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી તેને અધવચ્ચે દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી ગાઢ ધુમ્મસમાં રનવે પર વિમાન આગળ વધી રહ્યું હતું ત્યારે એક ગ્રાઉન્ડ કન્ટેનર તેના જમણા એન્જિન સાથે અથડાયું. જોકે, વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે.
વિમાનને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હાલમાં સંપૂર્ણ નિરીક્ષણ અને જરૂરી સમારકામ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જે સંભવતઃ કેટલાક A350 રૂટને વિક્ષેપિત કરી શકે છે. એરલાઇને જણાવ્યું હતું કે ઇરાને તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જેના કારણે ફ્લાઇટને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. મુસાફરોને થયેલી અસુવિધા બદલ એરલાઈને માફી માંગી.
આ ઘટના બાદ, વિમાનને તાત્કાલિક નિયુક્ત પાર્કિંગ સ્ટેન્ડ પર લઈ જવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ કોઈ વિદેશી વસ્તુ સાથે અથડામણનો મામલો છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. વિમાનના જમણા એન્જિનને નુકસાન થયું છે. સાવચેતી રૂપે, જરૂરી નિરીક્ષણ અને સમારકામ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આનાથી કેટલાક A350 રૂટ પર ફ્લાઇટ્સ પર અસર પડી શકે છે.”
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં વિમાન રનવે પર પાર્ક કરેલું દેખાય છે અને ગ્રાઉન્ડ સ્ટાફ નજીક હાજર છે. વીડિયોમાં એન્જિનની નજીક થયેલા ટક્કરના નિશાન પણ દેખાય છે. કંપનીએ જણાવ્યું હતું કે, “એર ઇન્ડિયા તેના મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે અને તેમને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા અને તેમની સુવિધા મુજબ રિફંડમાં સક્રિય રીતે મદદ કરી રહી છે.” સલામતી એર ઇન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે, અને એરલાઇન આ સમયે સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
કંપનીએ જણાવ્યું હતું કે ઈરાને તેનું એરસ્પેસ બંધ કર્યું છે, જેના કારણે વિમાનને દિલ્હી પરત ફરવાની ફરજ પડી છે. હાલમાં વિમાનને સંપૂર્ણ નિરીક્ષણ અને જરૂરી સમારકામ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત લશ્કરી કાર્યવાહીના ભયને કારણે લગભગ પાંચ કલાક સુધી બંધ રહ્યા બાદ ઈરાને તેનું હવાઈ ક્ષેત્ર ફરીથી ખોલ્યું.