મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10: 31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું કહેવાય છે.
છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 10:28 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. દરવાજા, બારી અને પંખા ઝડપથી હલવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપની તીવ્રતા 5.0 આંકવામાં આવી છે.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit 28km SE of Gwalior, Madhya Pradesh today at 10:31 am IST: National Centre for Seismology pic.twitter.com/FvXdeqwrZl
— ANI (@ANI) March 24, 2023
ભૂકંપનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હતું. ગીરજાપુરમાં 2 થી 3 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંબિકાપુર, રામાનુજ નગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તરશાસ્ત્રી અનુસાર, ભૂકંપ પૃથ્વીની સપાટીથી લગભગ 66 કિલોમીટર દૂરથી આવ્યો છે. જો કે આ ભૂકંપ માત્ર થોડીક સેકન્ડનો હતો, પરંતુ તેના કારણે સુરગુજાના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. અંબિકાપુરમાં લોકો ભારે ડર હેઠળ આવી ગયા છે. સુરગુજા સહિત સૂરજપુર આસપાસ પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:03 pm, Fri, 24 March 23