Breaking News : દિલ્હીમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા

|

Mar 22, 2023 | 6:22 PM

દિલ્હીમાં માત્ર 24 કલાકમાં ફરી ભૂકંપના આંચકો આવ્યો છે. જેની રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા નોંધાઈ છે.

Breaking News : દિલ્હીમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા
Delhi Earthquake

Follow us on

દિલ્હીમાં માત્ર 24 કલાકમાં ફરી ભૂકંપના આંચકો આવ્યો છે. જેની રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા નોંધાઈ છે. આ ઉપરાંત મંગળવારની રાત ભારત સહિત વિશ્વના ઘણા દેશો માટે આતંકની રાત બની ગઈ. 6.6ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી-NCR સહિત ભારતના ઘણા રાજ્યોના લોકોને રસ્તા પર આવવાની ફરજ પડી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણપૂર્વમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી.

 હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહારનો સમાવેશ થાય છે.

જેમાં રાત્રે 10.20 વાગ્યાની આસપાસ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરો અને ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા. શેરીઓમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી. દિલ્હી-એનસીઆર તેમજ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહારનો સમાવેશ થાય છે.

જેમાં  ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન રહ્યું  હતું રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભારત પર અવાર નવાર આવી રહેલ ભૂકંપના આચંકા મોટા ખતરાનો શંકેત છે કે કેમ? કારણ કે છેલ્લા 38 દિવસમાં ભારતની ધરતી 10 વખત ધ્રૂજી છે. ગઈ કાલે આવેલો ભૂકંપ આ 38 દિવસમાં સૌથી આવેલ ભૂંકપ કરતા વધુ ખતરનાક હતો. ભૂકંપ નિષ્ણાતોના મતે ભારતમાં ભૂકંપના ઘણા જોખમી ક્ષેત્રો છે. આ ખતરનાક ઝોન ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, આસામ, મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી પણ ભૂંકપી આચંકાના કારણે કાચા મકાનોની દિવાલો ધરાશયિ થઈ છે તેમજ લોકોના મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. એશિયામાં તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી. આ દેશોમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે.

આ પણ વાંચો : Earthquake: ભારત 38 દિવસમાં 10 વખત ધ્રૂજ્યું, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપથી મોટી તબાહી

 

Published On - 6:03 pm, Wed, 22 March 23

Next Article