Breaking News: PM મોદીના આવાસની ઉપર ડ્રોન ઉડ્યાની માહિતી મળતાં ખળભળાટ, દિલ્હી પોલીસ લાગી તપાસમાં

|

Jul 03, 2023 | 9:44 AM

પીએમ મોદીના આવાસની ઉપર ડ્રોન દેખાયાની માહિતી મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ મામલે તાત્કાલિક SPGએ દિલ્લી પોલીસને કરી જાણ કરી છે અને ડ્રોન મામલે તપાસ શરુ કરી છે.

Breaking News: PM મોદીના આવાસની ઉપર ડ્રોન ઉડ્યાની માહિતી મળતાં ખળભળાટ, દિલ્હી પોલીસ લાગી તપાસમાં
pm modi residence

Follow us on

PM Modi: પીએમ મોદીના આવાસની ઉપર ડ્રોન દેખાયાની માહિતી મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ મામલે તાત્કાલિક SPGએ દિલ્લી પોલીસને કરી જાણ કરી છે અને ડ્રોન મામલે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે વડાપ્રધાન મોદીના આવાસની ઉપર ડ્રોન જોવા મળ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનું આવાસ નો ફ્લાઈંગ ઝોન અને નો ડ્રોન ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં અહીં ડ્રોન જોવા મળ્યાની માહિતીને પગલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાની જણાવવામાં આવી રહી છે.

 

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

(ટ્વિટ ક્રેડિટ- ટ્વીટર)

જે બાદ સમગ્ર મામલાની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)એ આ મામલે તરત જ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ડ્રોનની તપાસમાં જોડાઈ હતી.

દિલ્હી પોલીસ તપાસમાં લાગી

મામલાની જાણ થતા જ પોલીસની તપાસ સતત ચાલી રહી છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ પોલીસને હજુ સુધી કંઈ મળ્યું નથી. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે, તેમને PM મોદીના આવાસની ઉપરના નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5.30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદથી આ મામલે સતત તપાસ ચાલુ છે.

કડક સુરક્ષા વચ્ચે કેવી રીતે ઉડ્યું ડ્રોન?

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીની સુરક્ષા ખૂબ જ કડક છે. ત્યારે એટલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રોન ક્યાંથી ઉડ્યા તે મોટો સવાલ છે. તેમજ પીએમને મળવા માટે કોઈ અધિકારી હોય છે પછી તેમનો પરિવાર તે બધાને તેમના ઘરે પહોંચવા માટે પણ અનેક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે.

આ પહેલા એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર ડ્રોન જોવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Published On - 8:56 am, Mon, 3 July 23

Next Article