Breaking news: Delhi ના બારાખંબા વિસ્તારમાં DCM બિલ્ડીંગમાં ભીષણ લાગી આગ

દિલ્હી કનોટ પ્લેસમાં આગ કનોટ પ્લેસની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બિલ્ડિંગના 9મા માળે લાગી છે

Breaking news: Delhi ના બારાખંબા વિસ્તારમાં DCM બિલ્ડીંગમાં ભીષણ લાગી આગ
Delhi
| Updated on: Jul 15, 2023 | 7:52 PM

દિલ્હી (Delhi)કનોટ પ્લેસમાં આગ કનોટ પ્લેસની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બિલ્ડિંગના 9મા માળે લાગી છે. આગ બુઝાવવા માટે ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે 6.30 વાગ્યે કનોટ પ્લેસમાં ડીસીએમ બિલ્ડિંગમાં આગની જાણ થઈ હતી.

આ પણ વાંચો : Monsoon 2023 Breaking : ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ગુજરાતમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે અમદાવાદમાં થશે ભારે વરસાદ

બહાર વરસાદ પડી રહ્યો છે પણ આગ ઓલવાઈ પડી રહી હતી તરલીફ

આ બહુમાળી ઈમારત કનોટ પ્લેસના બારાખંબા રોડ પર આવેલી છે, આજે સાંજે તેના 9મા માળે આગની જાણ થઈ હતી. શનિવાર રજાનો દિવસ હોવાથી લોકો ઓછા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ બિલ્ડિંગમાં ફાઇનાન્સ સંબંધિત ઓફિસો આવેલી છે. બિલ્ડીંગની અંદર આગ લાગી છે, જેના કારણે બહાર પડી રહેલો વરસાદ મદદ કરી રહ્યો નથી.આગને કારણે બહાર જે એસી હતા તે નીચે પડી રહ્યા છે. આગ ઓલવવાની કામગીરી સતત ચાલી રહી છે.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે 6.30 વાગ્યે કનોટ પ્લેસમાં ડીસીએમ બિલ્ડિંગમાં આગની જાણ થઈ હતી. બારાખંબા રોડ પર DCM બિલ્ડીંગના 9મા માળે આગ લાગી હતી.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તેમજ બિલ્ડીંગમાં ક્યા પ્રકારની ઓફિસ છે, તેની માહિતી માંગવામાં આવી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:32 pm, Sat, 15 July 23