દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડી બંને કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે. ત્યારે મનીષ સિસોદિયા સાથે એક્સાઈઝ કૌભાંડ કેસના આરોપી અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. ED દ્વારા નોંધાયેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
The Court also extended Manish Sisodia’s judicial custody till May 1, in CBI case as well.
— ANI (@ANI) April 17, 2023
આ પણ વાંચો: બનારસ અને હૈદરાબાદમાં આજથી થઈ રહી છે G20ની બેઠકો, દુનિયા જોશે ભારતીયોની ક્ષમતા
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, જેમને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેમની ઘણા દિવસોના રિમાન્ડ પર પૂછપરછ કરી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરીએ કોર્ટે સિસોદિયાને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા, જેથી તપાસ એજન્સી નિષ્પક્ષ તપાસ માટે તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના જવાબ મેળવી શકે. કોર્ટે કહ્યું હતું કે આરોપી અગાઉ બે વખત તપાસમાં જોડાયા હતા. જો કે, તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા ન હોવાનું જોવા મળ્યું હતું. હાલ તે તિહાર જેલમાં બંધ છે.
આ પહેલા ED એમ કહીને સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા. બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફોન બદલવાનો કેસ સીબીઆઈની કસ્ટડીનો ભાગ હતો, હવે તેના આધારે રિમાન્ડ આપી શકાય નહીં.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 2:50 pm, Mon, 17 April 23