One Nation One Election પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

|

Sep 01, 2023 | 10:03 AM

વન નેશન- વન ઈલેક્શનનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના પણ કરી છે, જે આ અંગેનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરશે.

One Nation One Election પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના
breaking news big step on one nation one election committee headed by former president ramnath kovind

Follow us on

One Nation One Election: આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરે તેમ જણાય રહ્યું છે. વન નેશન- વન ઈલેક્શનનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના પણ કરી છે, જે આ અંગેનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરશે.

ગઈકાલે જ કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર વન નેશન- વન ઈલેક્શને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ, ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવી રહ્યુ છે.

જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો ?

જો દેશમાં વન નેશન- વન ઈલેક્શનનો નિર્ણય લાગુ કરવામાં આવે તો તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.

વન નેશન- વન ઈલેક્શનને લઈને વિપક્ષમાં રોષ

વાસ્તવમાં, આ ચર્ચા એટલા માટે વધુ તીવ્ર થઈ કારણ કે ગઈકાલે કેન્દ્રીય સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન 5 બેઠકો થશે અને અમૃતકાળ તરફ આગળ વધી રહેલા દેશના વિકાસના મુદ્દા પર સાર્થક ચર્ચાઓ થશે.

જો કે કેન્દ્ર સરકાર દ્વારાવન નેશન- વન ઈલેક્શનને લઈને જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેના પર વિપક્ષ રોષે ભરાયા છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે દેશને અત્યારે આની જરૂર નથી, આ મામલે મોદી સરકારના ઈરાદા યોગ્ય નથી. સરકારે પહેલા મોંઘવારીનો ઉકેલ શોધવા અને બેરોજગારી દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:46 am, Fri, 1 September 23

Next Article