ગુરુવારે એક મોટું પગલું ભરતા ટ્વિટરે ભારતમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દીધું છે. હવે પછી પાકિસ્તાન સરકારનુ સત્તાવાર ટ્વિટર ભારતમાં જોવા નહીં મળે. દેશના કાયદાને ટાંકીને ભારતે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાની માંગ કરી હતી.
જોકે, પાકિસ્તાન સરકાર @GovtofPakistanનું ટ્વિટર હેન્ડલ ભારતમાં બ્લોક થયા બાદ યુએસ અને કેનેડામાં જોઈ શકાય છે. એવું નથી કે ટ્વિટર દ્વારા આવું પગલું પહેલીવાર લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા કંપનીએ આ એકાઉન્ટને બ્લોક કરી દીધું હતું.
ટ્વિટર દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ રોયટર્સે ભારત અને પાકિસ્તાનના આઈટી મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ બંને સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
ખરેખર, અન્ય કંપનીઓની જેમ ટ્વિટરની પણ પોતાની પોલિસી છે. કંપની વિવિધ દેશોના કાયદાઓનું પાલન કરવા માટે બંધાયેલી છે. કોર્ટનો નિર્ણય હોય કે સરકારનો. આ અંતર્ગત ટ્વિટરે પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલને ભારતમાં દેખાવાથી બ્લોક કરી દીધું છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 7:06 am, Thu, 30 March 23