ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
#WATCH दो लाइन में पटरी की मरम्मत का काम लगभग हो गया है। इस हादसे में जिन लोगों की मृत्यु हुई है उनके परिवार से संपर्क करने का प्रयास किया जा रहा है। रेलवे बोर्ड की तरफ से इस मामले की CBI जांच की सिफारिश की गई है: केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव, भुवनेश्वर pic.twitter.com/C5ENw5V6kK
— ANI_HindiNews (@AHindinews) June 4, 2023
એક ટ્વીટમાં રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, અપ-લાઈનના ટ્રેકને જોડવાનું કામ સાંજના સવા પાંચ વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. હવે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે હાવડાને જોડતી ડાઉન લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનો માટે હવે ઓછામાં ઓછો એક ટ્રેક તૈયાર છે, પરંતુ બાલાસોર અકસ્માત સ્થળે લૂપ લાઇન સહિત તમામ ટ્રેકને ઠીક કરવા માટે વધુ સમયની જરૂર છે.
જો કે, જ્યાં સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ રિપેર ન થાય ત્યાં સુધી બંને લાઈનો પર માત્ર ડીઝલ લોકોમોટિવ જ ચલાવી શકાશે. ઓવરહેડ પાવર લાઈનો રિપેર થયા બાદ ઈલેક્ટ્રિક ટ્રેનો દોડવાનું શરૂ કરશે. રેલવે મંત્રીએ કહ્યું છે કે બુધવાર સવાર સુધીમાં લાઇન સાફ થઈ જશે. હકીકતમાં, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન શુક્રવારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 6:49 pm, Sun, 4 June 23