West Bengal Violence: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ખેલાયો લોહિયાળ ખેલ!, BJPએ કલમ 355 અને 356 લાગુ કરવાની કરી માંગ

|

Jul 09, 2023 | 9:11 AM

પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ફાટી નીકળેલી હિંસામાં 17 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સૌથી વધુ હિંસા થઈ છે. શુક્રવાર રાતથી અહીં લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો છે.

West Bengal Violence: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ખેલાયો લોહિયાળ ખેલ!, BJPએ કલમ 355 અને 356 લાગુ કરવાની કરી માંગ
West Bengal Panchayat election

Follow us on

West Bengal Panchayat elections: પશ્ચિમ બંગાળ હિંસાની આગમાં સળગી ઉઠ્યું છે માત્ર એક જ દિવસમાં 17 લોકોના મોત થયા છે તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થયા બાદથી હિંસા વકરી છે. ત્યારે ગઈકાલે યોજાયેલ પંચાયત ચૂંટણીમાં અનેક જગ્યાએ હિંસા તો ક્યાં આગચંપી અને મતદાન રોકવાના પણ પ્રયાસો સામે આવ્યા છે. હાલ બંગાળ આગમાં સળગી રહ્યું છે.

હિંસામાં 17 લોકોના મોત અનેક ઘાયલ

પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ફાટી નીકળેલી હિંસામાં 17 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સૌથી વધુ હિંસા થઈ છે. શુક્રવાર રાતથી અહીં લોહીયાળ ખેલ ખેલાય રહ્યો છે. હિંસાને લઈને રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

ત્યારે પશ્ચિમ બંગાળમાં હિંસાની સ્થિતિને જોતા ભાજપે રાજ્યમાં કલમ-355 અને 356 લાગુ કરવાની માંગ કરી છે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેની માંગ કરી હતી. તેમજ બીજેપી નેતાએ કહ્યું કે રાજ્ય સરકાર હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી ખૂબ જ મુશ્કેલ છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અથવા કલમ 355નો ઉપયોગ કરવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

મલદામાં પણ તૃણમૂલના કાર્યકરની હત્યા

માલદા જિલ્લાના માણિકચોક વિસ્તારમાં તૃણમૂલ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. તેનું નામ શેખા મલેક છે. ઉંમર 30 વર્ષ છે. ગોળી માર્યા બાદ તેને માલદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે સાથે આ વિસ્તારમાં અન્ય એકનું મોત થયુ છે. કૂચ બિહારમાં એક કલાકની અંદર, કૂચ બિહારમાં ભાજપના પોલિંગ એજન્ટની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કૂચબિહારના બ્લોક નંબર 1ના ફોલિમારી ગ્રામ પંચાયત વિસ્તારમાં બની હતી.

શુભેન્દુ અધિકારી આ હિંસાને લઈને કહ્યું કે આ સમયે બંગાળની સ્થિતિ મણિપુર કરતા પણ ખરાબ છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે કલમ 355 અને 356 શું છે અને તેનો ઉપયોગ કયા સંજોગોમાં થાય છે.

કલમ 355 અને 356 શું છે?

કલમ 355 હેઠળ, કેન્દ્ર સરકારને પોલીસ વ્યવસ્થા, સેનાની તૈનાતી અને રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર છે. તેના અમલીકરણ પછી, રાજ્યની સુરક્ષા અને ત્યાં બંધારણના અમલીકરણની જવાબદારી કેન્દ્ર સરકારની બની જાય છે. તે જ સમયે, બંધારણની કલમ 356 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.

હિંસા પર રાજ્યપાલે શું કહ્યું?

બંગાળ હિંસા પર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝે કહ્યું છે કે આજે પંચાયત ચૂંટણીમાં મેં જે જોયું તે ખૂબ જ હેરાન કરનારું છે. ગરીબો જ માર્યા જાય છે. નેતા ત્યાં કેમ ન હતા? અહીં માત્ર હિંસા, હત્યાઓ અને ભયનું વાતાવરણ છે. સામાન્ય જનતા માત્ર શાંતિ ઈચ્છે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article