Breaking News ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

મધ્યપ્રદેશના મુરેનામાં ફટાકડાના ગોદામમાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતના કાટમાળ નીચે અડધો ડઝનથી વધુ લોકો દટાયા છે.

Breaking News ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, અનેક લોકો કાટમાળ નીચે દટાયા
મધ્યપ્રદેશની મોરેનાની ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 4ના મોત
Image Credit source: File photo
| Updated on: Oct 20, 2022 | 2:49 PM

મધ્યપ્રદેશ (madhya pradesh)ના મુરેનામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. બ્લાસ્ટથી આખા ઘરની છતને નુકસાન થયું હતું. ફટાકડાની ફેક્ટરીમાં દિવાળીના તહેવારને લઈ કામકાજ ચાલી રહ્યું હતુ. બાનમોર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર રોડનો આ સમગ્ર મામલો છે. રેસ્ક્યુ કામગીરી (Rescue operations)હાલમાં ચાલુ છે. આ પછી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. વેરહાઉસના માલિક બનમૌરના રહેવાસી બિઝનેસમેન નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડૂતો પણ રહેતા હતા.

ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને ચાર લોકોના મોત થયા. સાથે જ 6 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલ ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સવારે 11.30 વાગ્યે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.

વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે,

FSLના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે

મોરેના કલેક્ટર બી કાર્તિકેયને જણાવ્યું કે આ વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે અનુમાન લગાવી શકાય છે કે કદાચ આ બ્લાસ્ટ ફટાકડાના કારણે થયો હશે અથવા ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે થયો હશે. એફએસએલના રિપોર્ટ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે દેશના ઘણા શહેરોમાં ફટાકડા પર પ્રતિબંધ છે. આમ છતાં ફટાકડાનું વેચાણ સંપૂર્ણપણે બંધ થયું નથી. લોકો તેમની કાળા બજારી કરી રહ્યા છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં, કલેક્ટરે અધિકારીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં ફટાકડાના સંગ્રહ અને વેચાણ કેન્દ્રોની નિયમિત તપાસ માટે આદેશો જાહેર કર્યા છે. કોઈપણ અકસ્માતને પહોંચી વળવા માટે ફટાકડા વેચતા સ્થળોએ અગ્નિશામક સાધનો, પાણીના ટેન્કર, રેતી વગેરે હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

Published On - 12:38 pm, Thu, 20 October 22