ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ

ભારતીય રેલવેની ટ્રેનોમાં માલિશની સુવિધાને લઈને હવે ભાજપના નેતા અને લોકસભામાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નો ઉભા કરી દીધા છે. સુમિત્રા મહાજને રેલ પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે. પત્રમાં મહિલાઓની સુરક્ષા અને સહજતાના સંદર્ભમાં પ્રશ્ન કર્યા છે. સાથે રેલમંત્રી પાસે એ પણ જવાબ માગ્યો છે કે, શું ઈન્દોરના રેલવે સ્ટેશનના પ્લેફોર્મ પર મસાજ પાર્લર […]

ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ
| Updated on: Jun 15, 2019 | 2:35 PM

ભારતીય રેલવેની ટ્રેનોમાં માલિશની સુવિધાને લઈને હવે ભાજપના નેતા અને લોકસભામાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નો ઉભા કરી દીધા છે. સુમિત્રા મહાજને રેલ પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે. પત્રમાં મહિલાઓની સુરક્ષા અને સહજતાના સંદર્ભમાં પ્રશ્ન કર્યા છે. સાથે રેલમંત્રી પાસે એ પણ જવાબ માગ્યો છે કે, શું ઈન્દોરના રેલવે સ્ટેશનના પ્લેફોર્મ પર મસાજ પાર્લર ખોલવાનો પણ શું કોઈ પ્રસ્તાવ છે. મહત્વનું છે કે, અગાઉ ભાજપના સાંસદ શંકર લાલવાની પણ રેલવેમાં મસાજ યોજના પર રેલપ્રધાનને પત્ર લખી ચૂક્યા છે. સાંસદ શકર લાલવાનીએ ભારતીય સંસ્કૃતીને ધ્યાનમાં રાખીને મસાજ સેવાને સ્તરહિન કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક VIDEO વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલી વખત રતલામ મંડળે ઈન્દોરથી ઉપડતી 39 ટ્રેનમાં માલિશની સુવિધાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જો કે સુવિધા ક્યારથી શરૂ થશે તેની કોઈ તારીખ જાહેર નથી કરાઈ. પરંતુ અધિકારી મુજબ સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં આ સેવા આપવામાં આવશે. બીજી તરફ આ સુવિધા બોડી મસાજ નહીં પણ માત્ર માથું અને હાથ-પગ જેવા અંગોમાં મસાજ કરી અપાશે. જેના માટે મુસાફરે 100થી 300 રૂપિયા સુધીનું પેકેજ લેવું પડશે. જેને લઈને 90 લાખ સુધી આવકમાં વધારો થવાનો દાવો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો