Breaking News: બાગેશ્વર ધામમાં તંબુ તૂટી પડતા મોટી દુર્ઘટના ! 1નું મોત 4 ઘાયલ

ધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામ સંકુલમાં ગુરુવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. તમને જણાવી દઈએ કે, સવારની આરતી પછી, વિસ્તારમાં અચાનક ભારે વરસાદ દરમિયાન તંબુ તૂટી પડવાથી ઉત્તર પ્રદેશના એક ભક્તનું મૃત્યુ થયું છે.

Breaking News: બાગેશ્વર ધામમાં તંબુ તૂટી પડતા મોટી દુર્ઘટના ! 1નું મોત 4 ઘાયલ
big accident in bageshwar dham due to tent collapse
| Updated on: Jul 03, 2025 | 12:17 PM

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામ ગઢ પરિસરમાં ગુરુવારે સવારે બનેલી એક દુ:ખદ ઘટનામાં, તંબુ તૂટી પડતાં એક ભક્તનું મોત નીપજ્યું હતું. જ્યારે 3 થી 4 અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 7 વાગ્યે આરતી પછી બની હતી, જ્યારે ભક્તો વરસાદથી બચવા માટે તંબુ નીચે એકઠા થયા હતા.

મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી શ્યામલાલ કૌશલ તરીકે થઈ છે. તેમના જમાઈ રાજેશ કુમાર કૌશલે જણાવ્યું હતું કે તંબુમાંથી લોખંડનો એંગલ માથામાં વાગતાં શ્યામલાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં રાજેશ કુમાર કૌશલ અને સૌમ્યા, પારુલ અને ઉન્નતી સહિત 3 થી 4 અન્ય પરિવારના સભ્યો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અયોધ્યાથી બાગેશ્વર ધામ આવ્યા હતા

રાજેશે જણાવ્યું હતું કે તેઓ બુધવારે રાત્રે તેમના પરિવારના 6 સભ્યો સાથે અયોધ્યાથી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. શુક્રવારે ધામના પીઠાધીશેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ છે અને તેઓ ગુરુવારે સવારે તેમને મળવા આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલના ડો. નરેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મૃતકને બાગેશ્વર ધામથી લાવવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોએ કહ્યું છે કે આ અકસ્માત તંબુ તૂટી પડવાને કારણે થયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે.

શેડમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું

અકસ્માત સમયે સ્થળ પર હાજર એક વ્યક્તિએ કહ્યું કે અમે બધા સ્ટેજ પાસે ઉભા હતા, વરસાદ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં, અમે વરસાદથી બચવા માટે તંબુમાં આવ્યા. પાણી ભરાઈ જવાને કારણે તંબુ નીચે પડી ગયો. જેના કારણે નાસભાગ મચી ગઈ અને લગભગ 20 લોકો તંબુ નીચે દટાઈ ગયા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 12:06 pm, Thu, 3 July 25