ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ “જલેશ” અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત જુઓ

દીવથી મુંબઈ અને મુંબઈથી દુબઈ ચાલતું ભારતનું સૌથી મોટું જહાજ. ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. આ ક્રૂઝનું નામ જલેશ છે. જલેશ ભારતનું સૌથી મોટું 14 માળનું લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શીપ છે. જેને ભાવનગરની શિપ બ્રેકર કંપની આર.કે. ઈન્ડસ્ટ્રીઝે રૂપિયા 11.65 લાખ ડૉલર ચૂકવીને ખરીદ્યુ છે. જેને અલંગમાં ડિસેમ્બર મહિનામાં તોડવામાં આવશે. પર્યટન સ્થળ દીવમાં દેશ વિદેશના […]

ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ જલેશ અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત જુઓ
| Updated on: Nov 30, 2020 | 5:23 PM

દીવથી મુંબઈ અને મુંબઈથી દુબઈ ચાલતું ભારતનું સૌથી મોટું જહાજ. ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. આ ક્રૂઝનું નામ જલેશ છે. જલેશ ભારતનું સૌથી મોટું 14 માળનું લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શીપ છે. જેને ભાવનગરની શિપ બ્રેકર કંપની આર.કે. ઈન્ડસ્ટ્રીઝે રૂપિયા 11.65 લાખ ડૉલર ચૂકવીને ખરીદ્યુ છે. જેને અલંગમાં ડિસેમ્બર મહિનામાં તોડવામાં આવશે. પર્યટન સ્થળ દીવમાં દેશ વિદેશના પર્યટકોને આકર્ષવા માટે કર્ણિકા લક્ઝુરિયસ ક્રુઝ શિપની માલિકી જલેશ ક્રુઝિસ કંપનીનું પેસેન્જર શીપ શરૂ કરવામાં આવ્યું હતું. આ જહાજ 1990માં બનાવવામાં આવેલું છે. તરતી જન્નતના હુલામણા નામથી ઓળખાતું “જલેશ ક્રૂઝ” 2014 પેસેન્જર અને 621 ક્રૂ મેમ્બરોની ક્ષમતા ધરાવે છે. આ જહાજને 12 માર્ચ 2020થી મુંબઈ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું હતું. આ જહાજની હરાજી મુંબઈ હાઇકોર્ટમાં પૂર્ણ થયા બાદ લંડનની એનકેડી મેરીટાઈમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી. હવે થોડા જ દિવસોમાં આ જહાજ અલંગ આવી પહોંચશે.

 

 

જુઓ આ જહાજનો આલીશાન વીડિયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:57 pm, Mon, 30 November 20