Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો

|

Mar 25, 2021 | 10:20 PM

છેલ્લા 4 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સંયૂક્ત કિસાન મોર્ચાએ 26 માર્ચ એટલે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)નું એલાન કર્યુ છે.

Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો
ફાઈલ ફોટો

Follow us on

છેલ્લા 4 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સંયૂક્ત કિસાન મોર્ચાએ 26 માર્ચ એટલે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)નું એલાન કર્યુ છે. આવતીકાલે ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી લગભગ 12 કલાકનું હશે. આ દરમિયાન દેશભરમાં તમામ રસ્તાઓ, રેલવે પરિવહન, બજાર અને અન્ય સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવશે. ખેડૂત નેતા બૂટા સિંહ બુર્જગિલે કહ્યું હતું કે અમે 26 માર્ચે પૂર્ણ ભારત બંધને ઓબ્જર્વ કરશે, કારણ કે ખેડૂત આંદોલન માટે 4 મહિના પૂરા થઈ જશે. તેમને કહ્યું હતું કે આ બંધ સવારથી સાંજ સુધી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.

 

સંયૂક્ત ખેડૂત મોર્ચાએ સાફ કર્યુ છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં ભારત બંધનું એલાન થશે નહીં. આ અઠવાડિયાની શરૂઆત વિરોધ પ્રદર્શન કરનારા કિસાન સંઘોએ દેશના નાગરિકોને ભારત બંધને સફળ બનાવવા માટે આગ્રહ કર્યો હતો. કિસાન નેતા દર્શન પાલે કહ્યું કે અમે દેશના લોકોને આ ભારત બંધને સફળ બનાવવા અને અન્નદાતાનું સન્માન કરવાની અપીલ કરીએ છીએ. આંધ્રપ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ આવતીકાલે ભારત બંધને સમર્થન આપ્યું છે. પાર્ટી વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણના કેન્દ્રના નિર્ણયના વિરૂદ્ધ આ દરમિયાન પ્રદર્શન કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તાત્કાલિક સેવાઓમાં છૂટ

આંધ્રપ્રદેશના પરિવહન, સૂચના અને જનસંપર્ક મંત્રી પર્ણી વેંકટરામૈયા ઉર્ફ નાની મુજબ રાજ્ય સરકાર સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણની વિરૂદ્ધ છે. આ સંબંધમા મુખ્યપ્રધાન વાઈએસ જગન મોહન રેડ્ડી કેન્દ્ર સરકારને ચિઠ્ઠીઓ મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરે છે. આ પ્લાન્ટને સ્થાપિત કરવામાં તેલુગુ લોકોનું મોટુ યોગદાન રહ્યું છે. આંધ્રપ્રદેશમાં તમામ સરકારી સંસ્થાઓ બપોરે 1 વાગ્યા બાદ ખુલશે અને આરટીસી બસો પણ બપોર બાદ શરૂ થઈ જશે અને તમામ તાત્કાલિક સેવાઓ બંધ દરમિયાન ચાલતી રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad : ઇસનપુર પોલીસનું કોરોના જાગૃતિ અભિયાન, લોકોને સામાજિક અંતર જાળવવા અપીલ

Next Article