BCCIનાં બેંક ખાતામાં 5,526 કરોડ રૂપિયા અને 2292 કરોડની FD છતા 10 મહિનાથી નથી આપી તેના સ્ટાર ખેલાડીઓને સેલેરી,વાંચો શું છે કારણ

|

Aug 03, 2020 | 7:42 AM

  દુનિયાનાં સૌથી વધારે અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ-BCCIએ પોતાના સ્ટાર ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી પગાર નથી આપ્યો. બોર્ડનાં સેન્ટ્ર્લ કોન્ટ્ર્કેટ સાથે જોડાયેલા 27 ખેલાડીઓને પાછલા ઓક્ટોબર પછી પોતાના પગાર અને ત્રણ મહિનાનો હપ્તો તેમજ મેચ ફી એક સાથે મળે તેની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI પોતાની સાથે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી જોડાયેલા […]

BCCIનાં બેંક ખાતામાં 5,526 કરોડ રૂપિયા અને 2292 કરોડની FD છતા 10 મહિનાથી નથી આપી તેના સ્ટાર ખેલાડીઓને સેલેરી,વાંચો શું છે કારણ
http://tv9gujarati.in/bcci-e-10-mahina…o-shu-cxhe-karan/

Follow us on

 

દુનિયાનાં સૌથી વધારે અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ-BCCIએ પોતાના સ્ટાર ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી પગાર નથી આપ્યો. બોર્ડનાં સેન્ટ્ર્લ કોન્ટ્ર્કેટ સાથે જોડાયેલા 27 ખેલાડીઓને પાછલા ઓક્ટોબર પછી પોતાના પગાર અને ત્રણ મહિનાનો હપ્તો તેમજ મેચ ફી એક સાથે મળે તેની રાહ જોઈ રહ્યા છે.

જણાવી દઈએકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI પોતાની સાથે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી જોડાયેલા ખેલાડીઓને તેના ગ્રેડીંગનાં હિસાબથી વર્ષમાં ચાર વાર રકમની ચુકવણી કરે છે. ખેલાડીઓને આવી રકમ પાછલા ઓક્ટોબરમાં મળી હતી. આ સિવાય ખેલાડીઓની મેચ ફી પણ બાકી છે. ડિસેમ્બર 2019 પછી ટીમ ઈન્ડિયાએ 2 ટેસ્ટ,9 વન ડે અને 8 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, બોર્ડે હજુ સુધી તે રકમ પણ તેમને ચુકવી નથી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

એક માહિતિ પ્રમાણે બોર્ડે જે ખેલાડીઓને આ પૈસા ચુકવવાના છે તે હવે 99 કરોડ પર રકમ પહોચી ગઈ છે. આ પૈસા ગ્રેડીંગ મુજબ તેમનામાં વહેચાશે. ગ્રેડ-એમાં વિરાટ કોહલી, રોહીત શર્મા અને જસપ્રીત બુમરાહને વર્ષનાં 7 કરોડ રૂપિયા મળે છે. એજ રીતે ગ્રેડ  A,B,Cને 5 કરોડ, 3 કરોડ અને વર્ષનાં 1 કરોડ મળે છે. એજ રીતે અગર મેચ ફીની વાત કરીએ તો ટેસ્ટમાં 15 લાખ, વન ડેમાં 6 લાખ અને T-20માં 3 લાખ પ્રતિ મેચ ફી નક્કી જ છે.

BCCIએ જે પોતાની પાછલી બેલેન્સ શીટ જોહેર કરી છે તે મુજબ 2018 સુધી તેના બેંક ખાતામાં કુલ 5,526 કરોડ રૂપિયા જમા છે, જેમાં 2292 કરોડની FDનો પણ સમાવેશ થાય છે. એ સિવાય એપ્રિલ 2018માં બોર્ડે સ્ટાર ટીવી સાથે 6,138.1 કરોડમાં પાંચ વર્ષ માટે પ્રસારણની ડીલ પણ કરી હતી.રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલા 8 ખેલાડીઓએ આ અંગે પુષ્ટી કરીને કહ્યું છે કે પાછલા 10 મહિનાથી બોર્ડે કોઈ ચુકવણું નથી કર્યું.BCCIનાં ખજાનચી અરૂણ ઘૂમલે જો કે આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી. જો કે બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો તેના સંચાલનમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

 

બોર્ડ પછી ડિસેમ્બરથી જ મુખ્ય ફાયનાન્સિઅલ અધિકારી નથી. એ સિવાય પાછલા અમુક મહિનાઓથી CEO અને ક્રિકેટ ઓપરેશન્સની પોસ્ટ પણ ખાલી છે. બોર્ડનાં બંધારણ મુજબ BCCIનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પણ સમાપ્તિ તરફ છે. BCCIએ સુપ્રીમ કોર્ટમાં આ કુલીંગ ઓફ પીરીયડ રદ કરવાનાં સંદર્ભમાં અરજી પણ દાખલ કરી છે જેનાથી બંને અધિકારી પોતાની પોસ્ટ પર બનેલા રહે.
Next Article