Batla House Encounter: કેસમાં આતંકી આરીઝ ખાનની શું છે સંડોવણી ? કેટલા લોકોના થયા હતા મોત ?

Batla House Encounter: ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં આરિઝ ખાને દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અને ૧૩૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. એ પહેલાં ૨૦૦૭માં ઉત્તર પ્રદેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આરિઝ સંડોવાયેલો હતો.

Batla House Encounter:  કેસમાં આતંકી આરીઝ ખાનની શું છે સંડોવણી ? કેટલા લોકોના થયા હતા મોત ?
આતંકી આરીફ ખાન
| Updated on: Mar 15, 2021 | 6:48 PM

વિસ્ફોટમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો

૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં આરિઝ ખાને દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અને ૧૩૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. એ પહેલાં ૨૦૦૭માં ઉત્તર પ્રદેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આરિઝ સંડોવાયેલો હતો. અમદાવાદમાં પણ ઈન્ડિયન મુઝાહિદીનના આતંકવાદીઓએ આરિઝના દોરીસંચારથી હુમલાં કર્યા હતા.

દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો પછી પોલીસને બાતમી મળી હતી કે આરિઝ ખાન તેના સાગરિતો સાથે બાટલા હાઉસમાં છુપાયો છે. ૧૯મી સપ્ટેમ્બર-૨૦૦૮માં પોલીસ અધિકારીઓ બાટલા હાઉસ પહોંચ્યા હતા. ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાનીમાં પોલીસની ટીમ બાટલા હાઉસ પહોંચી તો આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. જેમ તેમ કરીને આરિઝ ખાન ભાગવામાં સફળ રહ્યો હતો. એ પહેલાં તેણે મોહન ચંદ શર્મા પર ગોળીબાર કર્યો હતો.

મોહનચંદ શર્મા ઘટના સ્થળે જ શહીદ થયા હતા. એ એન્કાઉન્ટર કેસમાં મોહન ચંદ શર્માની હત્યા કરવાના ગુનામાં અગાઉ ૨૦૧૩માં કોર્ટે શહનાઝ અહેમદ નામના આતંકવાદીને દોષી ઠેરવ્યો હતો. આરિઝ ખાન 2008માં દિલ્હી, જયપુર, અમદાવાદ અને યુપીની અદાલતોમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી હતો.

એન્કાઉન્ટર સમયે આરીઝ ખાન ઘટના સ્થળે હતો

આરિઝ ખાન પર દિલ્હી ઉપરાંત દેશના અન્ય દેશોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ છે. આટલું જ નહીં, આરીઝ ખાન બોમ્બ બનાવવામાં નિષ્ણાત છે. તેના પર ઉત્તરપ્રદેશમાં 2007માં અમદાવાદ અને જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો આરોપ છે. ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી આરીઝ ખાન એન્કાઉન્ટર દરમિયાન ઘટના સ્થળે હતો, જોકે તે છટકી જવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાના 10 વર્ષ બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ફેબ્રુઆરી 2018માં તેની ધરપકડ કરી હતી.

એન્કાઉન્ટર દરમિયાન પોલીસ ટીમ પર ફાયરિંગ કરી આરીઝ અને શહજાદ સ્થળ પરથી ભાગવામાં સફળ થયા હતા. આરીઝ નેપાળમાં સલીમના નામે બનાવટી પાસપોર્ટ પર રહેતો હતો. તેણે ત્યાં પણ ફરીથી લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી 2018માં આરીઝને નેપાળ દ્વારા સ્પેશિયલ સેલથી પકડ્યો હતો. આરીઝ પર ભારતના ઘણા સ્થળોએ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાનો આરોપ છે, જેમાં 165 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Published On - 6:08 pm, Mon, 15 March 21