પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાગ્લાદેશ સામેલ, ફ્રાન્સ-UAE પછી પરેડમાં ભાગ લેનારો ત્રીજો દેશ

|

Jan 26, 2021 | 10:05 AM

આ વર્ષે 72માં ગણતંત્ર દિવસની પરેડમાં બાગ્લાદેશ પણ સામેલ થયુ છે. બાગ્લાદેશ પોતાની આઝાદીના 50 વર્ષ ઉજવી રહ્યુ છે. દિલ્લી ખાતેની પરેડમાં બાગ્લાદેશના 122 સૈન્ય જવાનો ભાગ લેશે. ફ્રાન્સ અને યુએઈ ( UAE ) બાદ પરેડમાં ભાગ લેનાર બાગ્લાદેશ ત્રીજો દેશ બન્યો છે.

72માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં બાગ્લાદેશ પણ સામેલ થશે. દિલ્લીમાં યોજાનાર ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર બાગ્લાદેશ ભાગ લેશે. આ વર્ષે બાગ્લાદેશ સ્વતંત્ર થયાના 50 વર્ષ ઉજવી રહ્યુ છે. બાગ્લાદેશના 122 સૈન્ય જવાનો ભારતના પ્રજાસત્તાદ દિવસની પરેડમાં સામેલ થઈને પોતાના દેશનુ ગૌરવ રજૂ કરશે.  2016માં ફ્રાન્સ અને 2017માં યુએઈ (UAE) ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયુ હતું. ફ્રાન્સ અને યુએઈ પછી બાગ્લાદેશ ત્રીજો એવો દેશ છે કે જે ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઈ રહ્યું છે.  પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખી પણ રજૂ થશે. જેમાં ઉતરપ્રદેશની ઝાંખીમાં અયોધ્યા ખાતે તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ રજુ કરાશે.

 

Next Video