PRAYAGRAJ : મહંત નરેન્દ્રગિરીના નિધન બાદ હવે કોણ બનશે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ?, જાણો અહી

|

Sep 21, 2021 | 11:36 PM

આનંદ ગિરી અને બલવીર ગિરી બંને લગભગ એક જ સમયે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય બન્યા. પરંતુ બલવીર ગિરી સૌથી પ્રિય શિષ્યોમાંના એક હતા.

આનંદ ગિરી અને બલવીર ગિરી બંને લગભગ એક જ સમયે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય બન્યા હતા.

PRAYAGRAJ :અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. બલવીર ગિરી મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી બનશે. તેઓ લગભગ 15 વર્ષથી નરેન્દ્ર ગિરીના શિષ્ય છે. મહંત નરેન્દ્ર ગિરીએ બલબીર ગિરીને હરિદ્વાર આશ્રમના પ્રભારી બનાવ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરીએ પોતાની ઇચ્છા મુજબ બલબીર ગિરીને તેમના અનુગામી જાહેર કર્યા છે.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરીના નિધન બાદ તેમની 8 પાનાની સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેમણે આનંદગિરી, આદ્ય તિવારી, સ્વ.હનુમાન મંદિરના પૂજારી સંદીપ તિવારીને તેમના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે તેમણે ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે આનંદ ગિરીને બદલે બલબીર ગિરીને બનાવવા તેવું પણ લખ્યું હતું.

આનંદ ગિરી અને બલવીર ગિરી બંને લગભગ એક જ સમયે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય બન્યા હતા. પરંતુ બલવીર ગિરી સૌથી પ્રિય શિષ્યોમાંના એક હતા. આનંદ ગિરીની હકાલપટ્ટી પછી, બલવીર ગિરી જ હતા જેણે પરિષદનું બીજા નંબરનું પદ સંભાળ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથના આગમન પર બલવીર ગિરિ તેમની બાજુમાં બેઠા હતા.

આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ અને અખાડાના પંચ પરમેશ્વરે પણ આજે બલવીર ગિરીને આશીર્વાદ આપ્યા છે. ગુરુવારે મહંત નરેન્દ્ર ગિરીના અંતિમ સંસ્કાર બાદ બલવીર ગિરીના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. બલવીર ગિરી સતત એ જ રૂમમાં બેઠા છે જેમાં મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે.

Next Video