બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અભિનંદન વર્ધમાનનું થયું પ્રમોશન, ગ્રુપ કેપ્ટન બનાવાયા

Abhinandan Varthaman : એરફોર્સના બહાદુર અધિકારીને બઢતી આપવામાં આવી છે અને તેઓ હવે ગ્રુપ કેપ્ટન બનશે. તેમને ટૂંક સમયમાં નવો હોદ્દો સોંપવામાં આવશે.

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અભિનંદન વર્ધમાનનું થયું પ્રમોશન, ગ્રુપ કેપ્ટન બનાવાયા
Balakot airstrike hero Abhinandan promoted as Group Captain
| Edited By: | Updated on: Nov 03, 2021 | 5:24 PM

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Wing Commander Abhinandan Varthaman) ને બઢતી (Promotion) આપવામાં આવી છે. હવે તેમને ગ્રુપ કેપ્ટન (Group Captain) બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાની ફાઈટર જેટ F-16 સાથે ‘ડોગ ફાઈટ’ કરનાર અભિનંદનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે. બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot airstrike) પછી પાકિસ્તાનના નાપાક કૃત્યનો જડબાતોડ જવાબ આપતા અભિનંદને અમેરિકન F-16ને તોડી પાડ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે એરફોર્સના બહાદુર અધિકારીને બઢતી આપવામાં આવી છે અને તેઓ હવે ગ્રુપ કેપ્ટન બનશે. તેમને ટૂંક સમયમાં નવો હોદ્દો સોંપવામાં આવશે. ગ્રુપ કેપ્ટન ભારતીય સેનામાં કર્નલના પદની સમકક્ષનું પદ છે.

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાની ફાઈટર જેટ્સે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. જો કે, તેના પ્લેનને પણ નુકસાન થયું હતું અને ઇજેકટ થયા બાદ તેઓ PoKમાં પડ્યા હતા. ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને તેમને સુરક્ષિત પરત મોકલી દીધા હતા.