અયોધ્યામાં રામમંદિર માટે આવી તમિલનાડુથી સોના-ચાંદીની 2 ઈંટ, તામિલમાં લખ્યું છે “જય શ્રીરામ”

|

Aug 04, 2020 | 12:48 PM

રામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. આ મહેમાનોમાં અમુક સાધુ એવા છે કે જે પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી ઈંટ લઈને આવ્યા છે અને તેના પર તામિલ ભાષામાં લખવામાં આવ્યું છે “જય શ્રીરામ”. સોના ચાંદીની […]

અયોધ્યામાં રામમંદિર માટે આવી તમિલનાડુથી સોના-ચાંદીની 2 ઈંટ, તામિલમાં લખ્યું છે જય શ્રીરામ
http://tv9gujarati.in/ayodhya-ma-ram-m…che-jay-shir-ram/

Follow us on

રામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. આ મહેમાનોમાં અમુક સાધુ એવા છે કે જે પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી ઈંટ લઈને આવ્યા છે અને તેના પર તામિલ ભાષામાં લખવામાં આવ્યું છે “જય શ્રીરામ”. સોના ચાંદીની આ ઈંટોને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને દાન કરી દેવામાં આવશે.એજન્સી એએનઆઈનાં જણાવ્યા પ્રમાણે, તમિલનાડુનાં સાધુ સોના અને ચાંદીથી બનેલી ઈંટ સાથે લાવ્યા છે.

સંત મન્નારગુડી જિયારસ્વામીનાં જણાવ્યા અનુસાર અમે સોના અને ચાંદીનીં ઈંટને અયોધ્યામાં ભગવાન રામનાં ભવ્ય મંદિર બનાવવાનાં ઉદ્દેશ્યથી દાન કરવા માટે લાવ્યા છે.આ માટે તામિલનાડુનાં લોકો પાસેથી દામ એકત્ર કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે અમે હવે ટ્રસ્ટ પર છોડી દીધું છે કે તેનો વપરાશ ક્યાં કરવો. અમારો એક માત્ર ધ્યેય એ છે કે કોઈ પણ રીતે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. સોનાની ઈંટનું વજન 5 કિલો અને ચાંદીની ઈંટનું વજન 20 કિલો છે.

જણાવવું રહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુનાં વિવિધ જીલ્લાઓમાંથી લોકો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે પાંચ ઓગસ્ટે રામ મંદિર શિલાન્યાસ કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Next Article