Mount Abu માં માઇનસ 5 ડિગ્રી તાપમાન, સહેલાણીઓ ઠુંઠવાયા

|

Jan 28, 2021 | 1:22 PM

Mount Abu નું તાપમાન માઇનસ 5 ડિગ્રી જેટલુ યથાવત, છેલ્લા ચાર દિવસથી સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

Mount Abu નું તાપમાન માઇનસ 5 ડિગ્રી જેટલુ યથાવત, છેલ્લા ચાર દિવસથી સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત રહેતા હિમાચલ પ્રદેશના શિલોંગ, કલ્પા અને મનાલીનું લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે ત્રણ દિવસમાં દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના ગુરૂ શિખર પર બરફના થર જામી ગયા, સહેલાણીઓ ઠંડા પવનના સુસવાટાથી ઠુંઠવાયા હતા. માઉંટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી જેટલું નોંધાતા હાડ થિજવતી ઠંડીનો અનુભવ થયો, પારો ગગડતા લોકોના વાહનો, ઘર, અગાશી વગેરે પર બરફના થર જામી ગયા હતા. લોકના ઘરની બહાર રાખેલ પાણી પણ બરફમાં ફેરવાયુ. નળમાં આવતુ પાણી જામી જતાં સ્થાનિકોએ પાણીના ટેન્કરની રાહ જોવી પડે છે. હાલત એમ છે કે દિવસે પણ લોકોએ ઠંડીથી બચવા બોન ફાયરનો સહારો લેવો પડે છે.

 

Next Video