અસ્સી ઘાટ, 1000 મહિલા અને શિવ તાંડવનો પાઠ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો કંઈક આ રીતે

|

Mar 09, 2021 | 11:00 AM

આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર વારાણસીમાં એક અહલાંદક નજારો જોવા મળ્યો. જેમાં 1000 મહિલાઓએ અસ્સી ઘાટ પર શિવ તાંડવનું પઠન કર્યું હતું.

અસ્સી ઘાટ, 1000 મહિલા અને શિવ તાંડવનો પાઠ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો કંઈક આ રીતે
ગુંજી ઉઠ્યો અસ્સી ઘાટ

Follow us on

આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર દેશભરમાં અનેક પ્રકારે ઉજવણી કરવામાં આવી. પરંતુ એક અનોખી ઉજવણીના દર્શન થયા કાશીના અસ્સી ઘાટ પર. જી હા દેશભરમાંથી આવેલી 1000 મહિલાઓએ કાશીના અસ્સી ઘાટ ખાતે શિવ તાંડવ સ્તોત્રનો (Shiva Tandava) પાઠ કર્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વારાણસીમાં એક અદભૂત નજારો જોવા મળ્યો. સોમવારે અસ્સી ઘાટ ખાતે ગંગા આરતીના પૂર્વ શુભ મુહૂર્તમાં એક હજાર મહિલાઓના સ્વર સાથે જાહ્નવી તટ ગુંજી ઉઠ્યો. હર હર મહાદેવના નાદ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં લાલ વસ્ત્રોમાં મહિલા શક્તિએ સાથે મળીને શિવ સ્તોત્રનો પાઠ કર્યો.

 

આ અદ્દભુત નજારો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક અલગ ઉર્જા અને વાતાવરણનું નિર્માણ આ વિડીયોમાં જોવા મળે છે. વિડીયો જોતા સમયે રુવાડા ઉભા થઇ જવાની ભાવના આવી જાય એમ છે.

Next Video