ચીન સાથેની સીમા વિવાદ વચ્ચે સેનાધ્યક્ષ લેહ લદ્દાખ પહોચ્યા, સેનાધ્યક્ષની સીમા સરહદની અચાનક મુલાકાત શુ સુચવે છે ?

|

Sep 19, 2020 | 2:28 PM

લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) પર લેહ અને લદ્દાખની સરહદે સૈન્યજવાનો વચ્ચે સેનાધ્યક્ષ એમ એમ નરવણે પહોચ્યા. અચાનક સંવેદનશીલ સીમાએ પહોચેલા સેનાધ્યક્ષ બે દિવસ લેહ અને લદ્દાખમાં ગાળવાના છે. જે સરહદ ઉપર કોઈ નવાજૂની થવાનો સંકેત આપી રહ્યા છે. પૈગોગ તળાવ ખાતે ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે ફરીથી થયેલા ઘર્ષણ બાદ ભારતીય સૈન્યે સરહદ […]

ચીન સાથેની સીમા વિવાદ વચ્ચે સેનાધ્યક્ષ લેહ લદ્દાખ પહોચ્યા, સેનાધ્યક્ષની સીમા સરહદની અચાનક મુલાકાત શુ સુચવે છે ?

Follow us on

લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) પર લેહ અને લદ્દાખની સરહદે સૈન્યજવાનો વચ્ચે સેનાધ્યક્ષ એમ એમ નરવણે પહોચ્યા. અચાનક સંવેદનશીલ સીમાએ પહોચેલા સેનાધ્યક્ષ બે દિવસ લેહ અને લદ્દાખમાં ગાળવાના છે. જે સરહદ ઉપર કોઈ નવાજૂની થવાનો સંકેત આપી રહ્યા છે. પૈગોગ તળાવ ખાતે ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે ફરીથી થયેલા ઘર્ષણ બાદ ભારતીય સૈન્યે સરહદ ઉપરના વ્યુહાત્મક સ્થળ ઉપર કબજો કરી લીધો છે. જેના કારણે ભારતની સ્થિતિ લદ્દાખ ક્ષેત્રે વધુ મજબૂત બની છે.

લદ્દાખમાં હાલ ફરજ ઉપર તહેનાત કમાન્ડર, પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની તાજી સ્થિતિથી સેનાધ્યક્ષ નરવણેને અવગત કરાવશે. બે દિવસની મુલાકાત દરમિયાન સેનાધ્યક્ષ સૈન્ય અધિકારીઓની સાથે મુલાકાત કરીને નજીકના ભવિષ્યમાં આવી રહેલા શિયાળાને ધ્યાને રાખીને રણનીતિ બનાવે તેવી સંભાવના છે. આ વિસ્તારમાં શિયાળામાં બરફના થર જામી જતા હોય છે. અને માર્ગ મોટા બાગે બંધ થઈ જતા હોય છે. સંભવ છે કે લશ્કરી સાધન સરંજામનો પૂરવઠો શિયાળો શરૂ થાય તે પૂર્વે જ આ વિસ્તારમાં પુરતો પહોચાડી દેવામાં આવે.

15 જૂન બાદ, ચીન સાથે સરહદે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં સૈન્ય અને રાજદ્વારી વાતચીત બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આ સંજોગોમાં ભારતીય સૈન્ય તમામરીતે તૈયાર છે. જેનો તાજુ ઉદાહરણ ગત સપ્તાહે ફરીથી બનેલી ઘર્ષણની ઘટના છે. જેમાં ભારતીય સૈન્યે વ્યુહાત્મક સ્થળ ઉપર કબજો મેળવ્યો છે. આ સ્થળે ભારતીય સૈન્યનો કબજો કાયમી રહે તે માટે પણ સેનાધ્યક્ષ લેહ અને લદ્દાખ ક્ષેત્રે તહેનાત સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, દરેક જિલ્લામાં શરૂ કરાયા પરીક્ષા સેન્ટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:16 am, Thu, 3 September 20

Next Article