પોખરણમાં સૈન્ય અને IAFએ એન્ટી ટેંક મિસાઈલ HELINAનું કર્યુ સફળ પરિક્ષણ

ભારતીય સૈન્ય અને ભારતીય વાયુદળ (IAF) દ્વારા રાજસ્થાનના પોખરણમાં છેલ્લા પાંચ દિવસથી એન્ટી ટેંક મિસાઈલ HELINAનું પરીક્ષણ કરાતુ હતું. આજે 19મી ફેબ્રુઆરીએ એન્ટી ટેંક મિસાઈલ HELINAનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયુ હતું.

પોખરણમાં સૈન્ય અને IAFએ એન્ટી ટેંક મિસાઈલ HELINAનું કર્યુ સફળ પરિક્ષણ
એન્ટી ટેંક મિસાઈલ HELINA
| Updated on: Feb 19, 2021 | 3:44 PM

રાજસ્થાનમાં ભારતીય સેના અને ભારતીય વાયુદળે (IAF) સંયુક્ત કવાયતના ભાગરૂપે હેલિના HELINA 4 એન્ટી ટેંક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ. DRDO મુજબ આ મિસાઈલોને ALH ધ્રુવ હેલિકોપ્ટરથી છોડવામાં આવી હતી. ચાર મિસાઈલ દ્વારા સાત કિલોમીટરના અંતર સુધીના લઘુત્તમ અને મહત્તમ અંતરે ગોઠવેલા નિશાન ઉપર સફળતાપૂર્વક વાર કરાયો હતો, જે સફળ રહ્યો હતો.

DRDO મુજબ, મિસાઈલોના પરિક્ષણ માટે જુની ટેંકને અંતિમ લક્ષ્યાંક તરીકે નક્કી કરવામાં આવ્યુ હતું. જે સફળતાપૂર્વક એન્ટી ટેંક મિસાઈલ HELINA દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતું. રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેંક મિસાઈલ HELINAનું કરાયેલ સફળતાપૂર્વકના પરિક્ષણ બાદ, હવે તેને ભારતીય સૈન્યમાં સામેલ કરાશે. સૂત્રોના જણાવ્યાનુંસાર છેલ્લા પાંચ દિવસથી એન્ટી ટેંક મિસાઈલ HELINAનું પરિક્ષણ કરવામાં આવતું હતુ. આજે તેનુ આખરી સફળ પરીક્ષણ કરાયુ હતું.