દેશમાં બે દિવસમાં ચોથો ભૂકંપ, અરુણાચલ પ્રદેશમાં બે વાર ધરતી ધ્રૂજી

|

Nov 10, 2022 | 12:24 PM

પહેલો ભૂકંપ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. બીજો ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં પણ આવ્યો છે. તે સવારે 10.59 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે.

દેશમાં બે દિવસમાં ચોથો ભૂકંપ, અરુણાચલ પ્રદેશમાં બે વાર ધરતી ધ્રૂજી
Earthquake

Follow us on

દેશમાં સતત ચોથા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે અરુણાચલ પ્રદેશમાં અડધા કલાકના અંતરાલ સાથે બે ભૂકંપ આવ્યા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં બંને વખત ભૂકંપ આવ્યો છે. પહેલો ભૂકંપ સવારે 10.31 વાગ્યે અને બીજો ભૂકંપ સવારે 10.59 વાગ્યે આવ્યો હતો. બંને વખત ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. જો કે હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

પહેલો ભૂકંપ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. બીજો ભુકંપ પણ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જ આવ્યો હતો. તે સવારે 10.59 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. આ ભૂકંપ બાદ કોઈપણ પ્રકારના જાન-માલની હાનીની માહિતી સામે આવી નથી.

આંદામાન અને નિકોબારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ પહેલા બુધવારે બપોરે 2.30 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પોર્ટ બ્લેયરથી 253 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવ્યો છે. રિક્ટર સ્કૂલમાં તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર પણ જમીનથી 10 કિમી નીચે હતું. આ ભૂકંપની ઘટનામાં કોઈ નુકસાનના અહેવાલ નથી. આ પહેલા મંગળવારે મોડી રાત્રે નેપાળના હિમાલય વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના આંચકા નેપાળના ભાગોમાં અને ઉત્તર ભારતમાં પણ અનુભવાયા હતા, જેના કારણે ગાઢ નિંદ્રાધીન લોકો મધ્યરાત્રિએ અચાનક તેમના ઘરની બહાર દોડી ગયા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

નેપાળ અને ઉત્તરાખંડમાં પણ ધરતી હચમચી ગઈ હતી

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે 1:57 કલાકે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી લગભગ 90 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં નેપાળમાં હતું. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. NCS મુજબ, ઉત્તરાખંડ-નેપાળ ક્ષેત્રમાં અનુક્રમે સવારે 3.15 અને 6.27 વાગ્યે 3.6 અને 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર નેપાળમાં મોડી રાત્રે 2.12 કલાકે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ડોટી જિલ્લામાં હતું.

Next Article