LAC પર તણાવ વચ્ચે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ચીનના રક્ષાપ્રધાન વચ્ચે બેઠક, રાજનાથસિંહે ચીનનું નામ લીધા વિના કહ્યું શાંતિ માટે આક્રમક વલણ યોગ્ય નથી

રશિયાના પ્રવાસે ગયેલા રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ચીનના રક્ષાપ્રધાન વેઇ ફેંગ્હે વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડા નવ વાગ્યે બન્ને નેતાઓની મુલાકાત થઇ હતી. આ પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહે SCOની બેઠકમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત સ્પષ્ટ રીતે આતંકવાદ અને તેના […]

LAC પર તણાવ વચ્ચે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ચીનના રક્ષાપ્રધાન વચ્ચે બેઠક, રાજનાથસિંહે ચીનનું નામ લીધા વિના કહ્યું શાંતિ માટે આક્રમક વલણ યોગ્ય નથી
| Updated on: Sep 05, 2020 | 2:19 AM

રશિયાના પ્રવાસે ગયેલા રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ચીનના રક્ષાપ્રધાન વેઇ ફેંગ્હે વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડા નવ વાગ્યે બન્ને નેતાઓની મુલાકાત થઇ હતી. આ પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહે SCOની બેઠકમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત સ્પષ્ટ રીતે આતંકવાદ અને તેના સમર્થકોની નિંદા કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી આતંકવાદનો સામનો કરવા માટે આપણે આતંકવાદ ​​​​​​અને તેના સમર્થકો વિરુદ્ધ વધુ કડક પગલાં ભરવાની જરૂર છે. રાજનાથસિંહે પાકિસ્તાન કે ચીનનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું હતું. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવાના ષડયંત્ર રચી રહયું છે. અને બીજી તરફ ચીન પાકિસ્તાનની નીતિઓને સમર્થન આપી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો