મોંઘવારીએ વધારી મુશ્કેલી, ફેબ્રુઆરી માસમાં ફૂગાવાનો દર વધીને 5.03 ટકા નોંધાયો

|

Mar 13, 2021 | 10:19 AM

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ફેબ્રુઆરી માસમાં ફૂગાવાનો દર વધીને 5.03 ટકા નોંધાયો છે. ઈંધણ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધતા રીટેલ ફૂગાવો વધ્યો છે.

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ફેબ્રુઆરી માસમાં ફૂગાવાનો દર વધીને 5.03 ટકા નોંધાયો છે. ઈંધણ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધતા રીટેલ ફૂગાવો વધ્યો છે. આ પહેલાના જાન્યુઆરી મહિનામાં મોંઘવારી દર 4.06 ટકા હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અન્ય ચીજવસ્તુઓ પર તેની અસર પડી છે. ઈંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયુ છે, જેથી મોટાભાગના વસ્તુઓના ભાવ વધ્યાં છે. તેલના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેલ, દૂધ, શાકભાજી તેમજ અન્ય કૃષિ ઉત્પાદનોના ભાવમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેથી સામાન્ય લોકોને વધુને વધુ મોંઘવારીનો માર પડી રહ્યો છે.

Next Video