Amazon ભારતના બાળકોને ભણાવશે Coding, આપશે સ્કોલરશિપ

|

Dec 31, 2020 | 3:46 PM

એમેઝોન ભારતમાં ઓનલાઇન એજ્યુકેશનને લગતી પોતાની એક નવી યોજના Future Engineer Program ને શરૂ કરવા જઇ રહ્યુ છે, એમેઝોને પોતાની વેબસાઇટ પર આ યોજનાનુ નેતૃત્વ કરી શકે તેવા મેનેજર માટેની વેકેન્સી બહાર પાડી છે એમેઝોન FEP નો હેતુ દર વર્ષે એવા વિદ્યાર્થીઓનો વિકાસ કરવાનો છે જેઓ વિવિધ એજ્યુકેશનલ સુવિધાઓથી વંચિત છે. તેના માટે 100 વિદ્યાર્થીઓને […]

Amazon ભારતના બાળકોને ભણાવશે Coding, આપશે સ્કોલરશિપ

Follow us on

એમેઝોન ભારતમાં ઓનલાઇન એજ્યુકેશનને લગતી પોતાની એક નવી યોજના Future Engineer Program ને શરૂ કરવા જઇ રહ્યુ છે, એમેઝોને પોતાની વેબસાઇટ પર આ યોજનાનુ નેતૃત્વ કરી શકે તેવા મેનેજર માટેની વેકેન્સી બહાર પાડી છે એમેઝોન FEP નો હેતુ દર વર્ષે એવા વિદ્યાર્થીઓનો વિકાસ કરવાનો છે જેઓ વિવિધ એજ્યુકેશનલ સુવિધાઓથી વંચિત છે. તેના માટે 100 વિદ્યાર્થીઓને દર વર્ષે 10,000 ડોલર (આશરે 7.32 લાખ રૂપિયા)ની સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે તેમને કોલેજના પ્રથમ વર્ષમાં પેઈડ ઈન્ટર્નશિપ પણ મળશે.

બાળપણથી કારકિર્દી સુધીનો પ્રોગ્રામ

-એલિમેન્ટરી
-મિડલ અને હાઇસ્કુલ
-સ્કોલરશિપ
-ઇન્ટર્નશિપ

એમેઝોને અગાઉ 6.5 બિલિયન ડોલર (આશરે 47,586 કરોડ રૂપિયા)થી વધારે રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેમાં આ વર્ષે કંપની 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે. એમેઝોને 2025 સુધી દેશમાં લાખો નોકરી આપવાની વાત પણ કહી છે.

એમેઝોનના CEO જેફ બેઝોસે આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં નાના અને મધ્યમ વેપારને ડિજિટલ બનાવવા માટે 1 બિલિયન ડોલર (આશરે 7000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે)નું રોકાણ કરશે. 21મી સદીમાં ભારત-અમેરિકા ગઠબંધન સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે.

આ કાર્યક્રમ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સક્રિય છે. તાજેતરના પ્રેસ રિલીઝ અનુસાર, એમેઝોન ફ્યુચર એન્જિનિયરએ આ વર્ષે તેની પહોંચ વધારીને, પ્રોગ્રામમાં 3,000 થી વધુ શાળાઓને ઉમેર્યા છે. તે હવે યુ.એસ. માં 5,000 થી વધુ શાળાઓ અને 5,50,000 વિદ્યાર્થીઓને સેવા આપે છે

Next Article