ખેડૂતોએ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરવાની કરી જાહેરાત, આવતીકાલથી ‘ચલો દિલ્હી’ માર્ચ શરૂ કરશે

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. આજે સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક થઈ. બેઠક ખત્મ થયા બાદ મીડિયા સાથે વાતચીત કર્યા મુજબ યૂનિયન નેતાઓએ જણાવ્યું કે અમે નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ પોતાના આંદોલનને તેજ કરવાનો નિર્ણય કર્યો છે. યૂનિયન નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે. Facebook પર તમામ […]

ખેડૂતોએ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરવાની કરી જાહેરાત, આવતીકાલથી ચલો દિલ્હી માર્ચ શરૂ કરશે
| Updated on: Dec 12, 2020 | 9:32 PM

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. આજે સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક થઈ. બેઠક ખત્મ થયા બાદ મીડિયા સાથે વાતચીત કર્યા મુજબ યૂનિયન નેતાઓએ જણાવ્યું કે અમે નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ પોતાના આંદોલનને તેજ કરવાનો નિર્ણય કર્યો છે. યૂનિયન નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકારે અમારા આંદોલનને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો પણ અમે તે નહીં થવા દઈએ. નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે શાહજહાંપુરથી ખેડૂત રવિવારે 11 વાગ્યે જયપુર-દિલ્હી રાજમાર્ગ દ્વારા ‘દિલ્હી ચલો’ માર્ચ શરૂ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: શિખર ધવને સોશિયલ મીડિયા પર અશોભનિય કોમેન્ટ કરનારને આપ્યો સણસણતો જવાબ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો