
રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનાર અને ભારે ચકચારી એવા ડોક્ટર ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હૈદરાબાદ પોલીસે ચારેય નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. વેટરનિટી ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરનારા દાનવોને પોલીસે નેશનલ હાઈવે નંબર 44 પર ઠાર કર્યા હતા.
દુષ્કર્મની ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તે દરમિયાન ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે ચારેય આરોપીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. હૈદરાબાદના પોલીસ કમિશનરે આ એન્કાઉન્ટરની પુષ્ટિ પણ કરી છે..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો