વિમાનના ભાડા ડબલ………કારણ ઉનાળો નહીં પરંતુ ચૂંટણીનો 7મો તબક્કો, વારાણસી-કોલકત્તાની ટિકિટના ભાવ જાણો

ઉનાળામાં હવાઇ મુસાફરીના ભાડામાં અચાનક નોંધપાત્ર વધારો દેખાયો છે. દિલ્હી હોય કે મુંબઇ, વારાણસી હોય કે કલકત્તા તમામ શહેરોની ફ્લાઇટોના ભાડા લગભગ ડબલ થઇ ગયા છે. ઓપરેટરો માને છે કે ભાડામાં વધારા માટે અનેક પરિબળો તો જવાબદાર છે. પણ સાથે સાતમાં તબક્કાનું ઇલેક્શન પણ જવાબદાર છે. મોટી સંખ્યામાં ગુજરાતથી કાર્યકર્તાઓ વારાણસી અને કોલકતા જઇ રહ્યા […]

વિમાનના ભાડા ડબલ.........કારણ ઉનાળો નહીં પરંતુ ચૂંટણીનો 7મો તબક્કો, વારાણસી-કોલકત્તાની ટિકિટના ભાવ જાણો
| Updated on: May 15, 2019 | 12:59 PM

ઉનાળામાં હવાઇ મુસાફરીના ભાડામાં અચાનક નોંધપાત્ર વધારો દેખાયો છે. દિલ્હી હોય કે મુંબઇ, વારાણસી હોય કે કલકત્તા તમામ શહેરોની ફ્લાઇટોના ભાડા લગભગ ડબલ થઇ ગયા છે. ઓપરેટરો માને છે કે ભાડામાં વધારા માટે અનેક પરિબળો તો જવાબદાર છે. પણ સાથે સાતમાં તબક્કાનું ઇલેક્શન પણ જવાબદાર છે. મોટી સંખ્યામાં ગુજરાતથી કાર્યકર્તાઓ વારાણસી અને કોલકતા જઇ રહ્યા છે. તેના કારણે વારાણસી અને કોલકાતાની સીધી ફ્લાઇટો ઓવર બુક થઇ રહી છે.

જ્યારે દિલ્હી માટેનું હવાઇ ભાડું તો ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડાને પણ આંબી રહ્યું છે. દેશમાં 19મી મેના દિવસે સાતમા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. જેમાં તમામની નજર ઉત્તર પ્રદેશના પૂર્વાચલ જેમાં ખાસ કરીને વારાણસી, તો પશ્ચિમ બંગાળના કોલકાતા તરફ વધુ છે. પરિમાણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજકીય કાર્યકર્તાઓ વારાણસી અને કોલકાતાની ફ્લાઇટો પકડી રહ્યા છે.

TV9 Gujarati

 

જેનો લાભ વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. ટુર ઓપરેટર્સની માનીએ તો સામાન્ય દિવસોમાં વારાણસીની વાત કરીએ તો 3000થી 3500ની કિમતની ટિકિટ હોય છે જે અત્યારના સમયમાં 6થી 7 હજાર રુપિયાની ટિકિટ થઇ ગઇ છે તે પણ એક તરફનો કોલકાતાની વાત કરીએ તો 8થી 10 હજારમાં રિટર્ન ટીકીટ મળતી હતી તેના ભાવ વધીને હવે 18 હજાર રિટર્નના ક્રોસ કરી રહી છે. મુંબઇની વાત કરીએ તો 3 હજારનો ભાવ વધીને 6 હજાર સુધી પહોચી ગયો છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો સમાન્ય સંજોગોમાં 4થી 6 હજારના બદલે તેનો ભાવ વધીને 12 હજાર સિંગલ રુટના થઇ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us