AIIMSએ ફરજીયાત PPE કીટ પહેરવા પર આપી રાહત, ફેસ માસ્ક અને ફેસ શિલ્ડ જરૂરી

|

Feb 02, 2021 | 10:46 AM

કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં લઈને AIIMS ના વહીવટીતંત્રએ ડોકટરો અને અન્ય સ્ટાફને રાહત આપી છે. જો કે ફેસ માસ્ક અને શિલ્ડ પહેરવું જરૂરી રહેશે.

AIIMSએ ફરજીયાત PPE કીટ પહેરવા પર આપી રાહત, ફેસ માસ્ક અને ફેસ શિલ્ડ જરૂરી
PPE કીટ પહેરવા પર આપી રાહત

Follow us on

કોરોનાના કેસ થોડા સમયથી સતત ઘટતા જોવા મળી રહ્યા છે. કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં લઈને AIIMS ના વહીવટીતંત્રએ ડોકટરો અને અન્ય સ્ટાફને રાહત આપી છે. નિર્ણય લઈને ફરજિયાત પી.પી.ઇ કીટ પહેરવાના નિયમ પર છુટ્ટી આપવામાં આવી છે. આ સાથે જ શિફ્ટ ટાઇમિંગને પણ પહેલાની જેમ સામાન્ય કરીદેવામાં આવ્યા છે.

જો કે કોવિડ આઈસીયુ વોર્ડ અને આસપાસના વિસ્તારમાં પીપીઈ કિટ્સ પહેરવાની જરૂર રહેશે. આ સંદર્ભે, એઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો ડીકે શર્માએ સોમવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

PPE કીટ

એઇમ્સમાં લગભગ 10 મહિના પછી, ડોકટરો અને અન્ય સ્ટાફને ફરજિયાત પીપીઈ કીટથી રાહત આપવામાં આવી રહી છે. સૂચના મુજબ કર્મચારીઓને ફેસ માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ ફરજીયાત પણે પહેરવા પડશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ ઉપરાંત, બધા COVID પ્રોટોકોલનું પણ પાલન કરવું આવશ્યક છે. હોસ્પિટલના ડોકટરોના અનુસાર આ એક સારું પગલું છે. પી.પી.ઇ. કીટને કારણે તબીબોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને કારણે ઉનાળામાં વધુ મુશ્કેલી ઉભી થતી હતી.

Next Article