અમદાવાદને સ્માર્ટ સિટી ઈન્ડિયા-2021 એકસ્પો અંતર્ગત ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ

|

Mar 26, 2021 | 8:55 PM

અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી ઈન્ડિયા 2021 એકસ્પો અંતર્ગત સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટને આર્કિટેકચરલ ડીઝાઇન, રિઅલ એસ્ટેટ અને અર્બન મોબિલીટી ત્રણ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે.

અમદાવાદને સ્માર્ટ સિટી ઈન્ડિયા-2021 એકસ્પો અંતર્ગત ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદને આર્કિટેકચરલ ડીઝાઇન રિઅલ એસ્ટેટ અને અર્બન મોબિલીટી કેટેગરીમાં એવોર્ડ

Follow us on

ભારત સરકારના નીતિ આયોગ અને સ્માર્ટ સિટી મિશનના સહયોગથી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન દ્વારા તા .૨૪ થી ૨૬ માર્ચ ૨૦૧૧ દરમ્યાન નવી દિલ્હી ખાતે આયોજીત  smart cities India 2021 Expo માં સ્માર્ટ સિટી Ahmedabad ડેવલપમેન્ટ લી ને આર્કિટેકચરલ ડીઝાઈન, રીઅલ એસ્ટેટ અને અર્બન મોબીલીટીની કુલ ત્રણ કેટેગરીમાં એવોર્ડ્ઝ પ્રાપ્ત થયેલ છે .

Ahmedabad  શહેર તરફથી સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી.ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને ડે.મ્યુનિસિપલ કમિશનર નિતીન સાંગવાન દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ જાહેર કરેલ કુલ ૧૦૦ શહેરોની યાદી પૈકી ગુજરાત રાજ્યના કુલ છ  શહેરોમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે , જે અંતર્ગત સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી  કંપનીની સંરચના અમદાવાદ શહેર ખાતે પાન સિટી અને એરીયા બેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્રસના અમલીકરણ માટે કરવામાં આવેલ .

જેના દ્વારા અત્યાર સુધીમાં બી.આર.ટી.એસ. અને એ.એમ.ટી.એસ. સેવાઓ માટે ઈન્ટેલીજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ , જનમિત્ર કાર્ડ , સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ૨૦૦ થી વધુ સીસીટીવી કેમેરા , પ૦ એન્વાયરમેન્ટ સેન્સર્સ , ૧૮૧ જગ્યાઓ પર નાગરીકો માટે ફ્રી વાઈ – ફાઈ સુવિધા, 5000 જેટલી સ્માર્ટ સ્ટ્રીટલાઇટ, સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ લાઈબ્રેરી, ટર સ્ક્રડા, વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામ , સ્માર્ટ ટોઈલેટ , સ્માર્ટ આંગણવાડી , વોટર એટીએમ , યુટીલીટી રેટ્રોફીટીંગ , પીપીપી ધોરણે સ્લમ રીહેબીલીટેશન,પબ્લીક બાઈક શેરીંગ,ગાર્ડન ડેવલપમેન્ટ વગેરે જેવા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે .

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અત્રે નોંધનીય બાબત છે કે સ્માર્ટ સિટી મિશન દ્વારા પસંદ કરેલ ૧૦૦ શહેરોને જે ઔપચારિક રેન્કીંગ આપવામાં આવે છે તેમાં Ahmedabad શહેર હાલમાં યોથા ક્રમાંકે છે . ભારત સરકારના નીતિ આયોગ અને સ્માર્ટ સિટી મિશનના સહયોગથી ઈન્ડીયાટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન દ્વારા નવી દિલ્હી ખાતે તા .૨૪ થી ૨૬ માર્ચ ૨૦૨૧ દરમ્યાન 6 ” smart atles India 2021 Expo નું આયોજન કરવામાં આવેલ . જેમાં કુલ ૧૯ કેટેગરીમાં ૩૦૦ જેટલા પ્રોજેક્ટ નોમિનેટ થયેલ . જે થકી સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી દ્વારા નોમિનેટ કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટમાંથી કુલ ત્રણ પ્રોજેક્ટને એવોર્ડ એનાયત થયેલ છે .

પબ્લીક બાઈક શેરીંગ- સ્માર્ટ બાઈક ઈકો સિસ્ટમ એવોર્ડ કેટેગરી – અર્બન મોબીલીટી Smart city Ahmedabad Development Limited ( SCADL ) દ્વારા નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી ( NOTP ) ૨૦૦૬ ને અનુલક્ષીને  સલામત, સસ્તુ , ઝડપી , આરામદાયક , વિશ્વાસનીય અને ટકાઉ વપરાશની ખાત્રી ” ના ઉદ્દેશ સાથે શહેરમાં કરારનાં માધ્યમથી એનર્જી એફીશીયન્ટ નોન – મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટ દ્વારા શહેરનાં ટુંકા અને અંતિમ માઈલ ટ્રિપ્સને ઓપરેટ કરવા માટે મલ્ટીપલ બાઈક શેર ઓપરેટરો સાથે સંકલન કરીને પબ્લીક બાઈક શેર સિસ્ટમ પ્રોજેકટ કાર્યરત છે . આ સિસ્ટમમાં નાગરીકોને કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકુળ લાસ્ટ માઈલ કનેક્ટીવીટીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ઉચ્ચ ગુણવત્તાની બાઈક આધારીત પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેમાં ગીયર્ડ , નોન – ગીયર્ડ , પેડલ આસિસ્ટ અને ઈલેક્ટ્રીક બાઈક્સ ઉપલબ્ધ છે .

જે શહેરમાં વિવિધ સ્થળો પર સાઈકલ સ્ટેશન મુકવામાં આવેલ છે. જેમાં વપરાશકર્તા નાગરીક સાયકલ અને ઇલેક્ટ્રિક બાઈક એક સ્થાનેથી લઈને નિયત સ્થાન સુધી લઈ જઈ ત્યાં નજીકનાં સ્ટેશન પર નજીવી ફી ચુકવીને પરત મુકી શકે છે

Published On - 8:54 pm, Fri, 26 March 21

Next Article