પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો

|

Feb 18, 2019 | 7:29 AM

પુલવામા હુમલા બાદ તાજનગરી આગ્રાના વેપારીઓએ પાકિસ્તાન પાસેથી ચામડું ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગ્રામાં કુલ જે ચામડાની જરૂર છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાન પાસેથી મગાવવામાં આવે છે. એટલે કે હવે રૂ.600 કરોડ જેટલી કિંમતનું ચામડું પાકિસ્તાનમાંથી મગાવવાનું બંધ કરવામાં આવ્યું છે. ચામડા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે પુલવામા હુમલાને લઈને તેઓ આ  કડક પગલું ભરી […]

પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો

Follow us on

પુલવામા હુમલા બાદ તાજનગરી આગ્રાના વેપારીઓએ પાકિસ્તાન પાસેથી ચામડું ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગ્રામાં કુલ જે ચામડાની જરૂર છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાન પાસેથી મગાવવામાં આવે છે. એટલે કે હવે રૂ.600 કરોડ જેટલી કિંમતનું ચામડું પાકિસ્તાનમાંથી મગાવવાનું બંધ કરવામાં આવ્યું છે.

ચામડા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે પુલવામા હુમલાને લઈને તેઓ આ  કડક પગલું ભરી રહ્યાં છે. ફૂટવેર લેધર સેક્ટર સાથે જોડાયેલા આયાતકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પાકિસ્તાનથી મધ્યમ શ્રેણીનું કાફ લેધર મોટા પ્રમાણમાં આવતું. પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર હવે 200 ટકા ડ્યુટી લગાવી દેવાઈ છે. આ હાલતમાં પાકિસ્તાની ચામડાની કિંમત 3 ગણી વધી જશે.

સ્થાનિક કારોબારીઓની સંસ્થા નેશનલ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સે પણ પાકિસ્તાન વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. નક્કી કરવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં મોકલાતી વસ્તુઓ માટે નેશમલ ચેમ્બર સર્ટિફિકેટ ઑફ ઑરિજિન નહીં આપે. જાહેરાત કરી દેવાઈ કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકીઓને પોષવાનું બંધ નહીં કરી દે ત્યાં સુધી આ નિર્ણય પર જ કાયમ રહેવાશે.

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?

ઉલ્લેખનીય છે કે આગ્રામાં ફૂટવેરનો કારોબાર પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેમાં મોટી સંખ્યામાં જૂતા એવા છે કે જેમાં ઉપરનો ભાગ અને સોલ, બંને જ ચામડાના હોય છે. હાલમાં આગ્રામાં જેટલા ચામડાની જરૂર પડે છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાનથી આવે છે.

[yop_poll id=1553]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]