ભારતની સૌથી મોટી અને જુની કંપની લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય, મારુતિ સુઝુકી પછી આ કંપની પણ બંધ કરશે ડીઝલ ગાડીઓનું વેચાણ!

દેશની સૌથી મોટી ગાડી બનાવતી કંપની મારૂતિ સુઝુકી પછી હવે ટાટા મોટર્સ પણ ડીઝલ ગાડીઓ બંધ કરવાની તૈયારીમાં છે. કંપનીએ કહ્યું કે મોટા ખર્ચને લીધે નાની ગાડીઓ માટે નવી ઈમિશન નોમર્સના લીધે ડીઝલ એન્જિન ડેવલોપ કરવું ફાયદાકારક નહી થાય કારણ કે તેનાથી ગાડીના ભાવ વધશે અને તેની માંગ ઓછી રહેશે. TV9 Gujarati   મારૂતિ સુઝુકી […]

ભારતની સૌથી મોટી અને જુની કંપની લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય, મારુતિ સુઝુકી પછી આ કંપની પણ બંધ કરશે ડીઝલ ગાડીઓનું વેચાણ!
| Updated on: May 05, 2019 | 8:36 AM

દેશની સૌથી મોટી ગાડી બનાવતી કંપની મારૂતિ સુઝુકી પછી હવે ટાટા મોટર્સ પણ ડીઝલ ગાડીઓ બંધ કરવાની તૈયારીમાં છે.

કંપનીએ કહ્યું કે મોટા ખર્ચને લીધે નાની ગાડીઓ માટે નવી ઈમિશન નોમર્સના લીધે ડીઝલ એન્જિન ડેવલોપ કરવું ફાયદાકારક નહી થાય કારણ કે તેનાથી ગાડીના ભાવ વધશે અને તેની માંગ ઓછી રહેશે.

TV9 Gujarati

 

મારૂતિ સુઝુકી એપ્રિલ 2020થી ડીઝલ ગાડીઓનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે, પણ દેશની સૌથી મોટી ગાડીની કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા સિવાય ટોયોટા મોટર્સ અને ફોર્ડ મોટર્સના લોકલ યુનિટસનું કહેવુ છે કે નવા ઈમિશન નોમર્સના લીધે ખર્ચમાં વધારો થવા છતા તે ભારતમાં ડીઝલ એન્જિન વાળી ગાડીઓનું વેચાણ ચાલુ રાખશે.

આ પણ વાંચો: ISROના આ 5 ઉપગ્રહોએ લાખો લોકોને આપ્યુ જીવનદાન, ‘ફેની’ વાવાઝોડાની દરેક જાણકારી આપી રહ્યા હતા આ ઉપગ્રહો

કંપનીનો ખર્ચ વધશે તેથી ગાડીની કિંમતમાં પણ વધારો થશે. તેથી ડીઝલ ગાડીઓના વેચાણમાં ઘટાડો થશે. મારૂતિ સુઝુકી તરફથી BS-VI ઈમિશન નિયમ લાગૂ થયા પછી ડીઝલ ગાડીઓનું વેચાણ બંધ કરવાનું પગલુ ભરશે કારણ કે નવા રેગ્યુલેશનના લીધે ડીઝલ એન્જિનને અપગ્રેડ કરવામાં મોટો ખર્ચ થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]